________________
૩૨૮
* શારદા સરિતા ઉપાય કરવાથી કદાચ નીકળી જાય પણ કામરૂપી વિષ તે ઉપાય રહિત છે. તેથી તેમાંથી છૂટવું અત્યંત કઠિન છે. પિતાના પ્રયત્ન નિષ્ફળ થતાં જોઈ ભયંકર રેષ અને ચીડથી રેવતીનું મુખ વાઘણના જેવું બની ગયું. મહાશતકને માર મારવા લાગી અને ગમે તેવા શબ્દો બેલી છતાં મહાશતક કંઈ ન બોલ્યા. પણ છેવટે એમના કપડા ખેંચવા લાગી. ત્યારે મહાશતક કહે છેઃ હે રેવતી ! તારી બાર-બાર શોકોને તે મારી નાંખી અને હજુ આટલી ઉન્ફાન બનીને શા માટે ફરે છે? જરા વિચાર કર. તારૂં તોફાન છોડી દે. તું આજથી સાત દિવસની અંદર મરીને નરકે જવાની છે. તીક્ષણ ભાલાના ઘા કરતા પણ મહાશક્તિની વાણી રેવતી માટે વધુ અનર્થકારી અને પીડાજનક થઈ પડી. તેના હાજા ગગડી ગયા ને ઢગલે થઈને જમીન પર પડી.
તે સમયે ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ ! અંતિમ સંલેખનાને સ્વીકારી શ્રમણોપાસકે કઈને સત્ય વાત હોય તે પણ અપ્રિય ને અનિષ્ટ વચનેથી કાંઈ કહેવાય નહિ તેમજ કેપ કરાય નહિ માટે તું અત્યારે જ મહાશતકને ઘરે જા અને મારી આ વાત તેને સમજાવ અને તેની પાસે અપરાધની કબૂલાત કરાવી પ્રાયશ્ચિત વડે શુદ્ધ કર. ગૌતમસ્વામી મહાશતક પાસે ગયા અને તેને કહ્યું: હે દેવાનુપ્રિય ! ભગવાન મહાવીર એમ કહે છે કે તમે રેવતીને આ રીતે કહ્યું છે. તેને તેને મનમાં ખૂબ આઘાત લાગ્યો છે. તમારી વાત સત્ય હોવા છતાં અનિષ્ટ અને અપ્રિય છે માટે હવે તેનું પ્રાયશ્ચિત કરે. મહાશતક ગૌતમસ્વામીના કહેવા પ્રમાણે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયા. અને તે સમાધિપૂર્વક મરણ પામીને દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ તે સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે. રેવતી સાત દિવસની અંદર રોગથી પીડાતી તે મૃત્યુ પામી, નરકગતિમાં ગઈ.
ભગવાન કહે છેઃ સત્યવચન પણ જે બીજા જીવને આઘાતનું કારણ બનતું હોય તો બોલવું જોઈએ નહિ. જેમ પાણી અને દૂધ ગળીને પીવે છે તેમ વચન ગળીને બેલે કે સામાને પ્રિય લાગે. આપણુ બોલવાથી કેઈને દુઃખ ન થવું જોઈએ. વચન વચનમાં ફેર છે. “વચન વદે સજજને ને વચન વદે દુર્જને, વેણ કણમાં મોટું અંતર છે.
દ્રૌપદીએ વેણુ કાઢયા, અંધ જાયા અંધ હુઆ,
કુરુક્ષેત્રે જંગ હુઆ વેણ કણમાં.વચન વિદે.” દ્રૌપદીના એક વચને કેટલે જંગ મચાવ્ય! ખૂનખાર લડાઈ ચાલી ને લોહીની નદીઓ વહી. માટે ભગવાન કહે છે ભલે તપ ઓછું કરે, પણ વચન ઉપર ખૂબ બ્રેક રાખે. ગૌતમસ્વામીએ મહાશતકને પ્રાયશ્ચિત લેવડાવ્યું. '' ભગવાન મહાવીરે ગોશાલકને કહ્યું કે તું આજથી સાતમા દિવસે મૃત્યુ