________________
સારદા સરિતા
૩૩૧ ગશાલક સાતમા દિવસની સંધ્યાએ ફાની દુનિયાને ત્યાગ કરીને ચાલ્યા ગયે. દુનિયાએ એના ઉપર ગાળો વરસાદ વરસાવ્યો ભગવાન મહાવીર સ્વામીએ શાલકને મોક્ષ પ્રાપ્તિ થશે એવું પરમ સત્ય પ્રકાશ્ય. એના ભવને છેડે નીકળે. '
દેવાનુપ્રિય! ગોશાલક કે ગુરૂહી હતો! બબ્બે સાધુની ઘાત કરનારે હવે છતાં પાપનું પશ્ચાતાપ કરી પોતાનું જીવન સુધાર્યું જ્યારે આપણે એવા પાપ કરતા નથી. તો શું આપણું જીવને ન સુધરે? માનવ ભૂલ કરે પણ એ ભૂલને ભૂલ રૂપે સમજવી જોઈએ. ભૂલ શૂળની જેમ સાલવી જોઈએ અને એ શૂળ નીકળે ત્યારે શાંતિ થવી જોઈએ. જિંદગી જેટલી ગઈ તેટલી ભલે ગઈ. હાથવેંત જેટલી જિંદગી બાકી છે તેમાં કામ કાઢી લો. ગોશાલકે પશ્ચાતાપના પાવકમાં પાપને પ્રજાળી નાંખ્યા. તેમ આપણા પાપને પ્રજાળવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ નજીક આવે છે. જેમ ખેડૂત વરસાદ આવ્યા પહેલા જમીનને ખેડીને પિચી બનાવે છે તેમ તમે તમારા હૃદયની ભૂમિની એવી સ્વચ્છ બનાવી દેજે કે વીતરાગ વાણીના નીર સીધા હૃદયમાં ઉતરી જાય અને જેની સાથે વૈર વિરોધ થયા હોય તેને ખમાવીને અંતરમાંથી વૈરના કાંટા નીકળી જાય. જીવનમાં પવિત્રતા આવે. ફરીને જીવન મલિન ન બને એવી રીતે સંવત્સરી મહાપર્વ ઉજવજો.
જમાલિકુમાર માતા પાસે દીક્ષાની આજ્ઞા માગે છે. તમે વર્ષોથી સાંભળો છો છતાં હજુ અંતરમાં વૈરાગ્યને અંકુરો ફૂટતો નથી. પથરણું ઘસાઈ જાય છે પણ તમારા હૃદયનું પરિવર્તન થતું નથી. હૈયું કેટલું કઠોર વજ જેવું બનાવ્યું છે. હવે તે સમજે. તમને તો મારે વધુ ધન્યવાદ દેવાં પડશે. કેમ ખરું ને? (હસાહસ). તમે કંઈકને ખભે ચઢાવીને શમશાને બાળી આવ્યા તે પણ એમ નથી થતું કે મારે પણ એક દિવસ આમ બળવાનું છે. સ્મશાનમાં તો એવું છે કે વૈરાગ્ય આવી જાય. અમે જામનગર ગયા ત્યાં બધા કહેવા લાગ્યા. મહાસતીજી! તમે બીજું કંઈ ન જુઓ તો ભલે, પણ અમારા જામનગરનું મશાન જોવા જેવું છે. અમે મશાન જેવા ગયા. ખરેખર જે બરાબર જામનગરનું સ્મશાન જુએ તે તેને વૈરાગ્ય આવી જાય. જન્મથી લઈને મરણ સુધીનું ચક બતાવ્યું છે આ સંસારમાં ચક કેવું છે? માનવ જન્મે ત્યારથી મૃત્યુ સુધીનું એ દશ્ય ખૂબ રોમાંચક બતાવ્યું છે. જમાલિકુમાર એમના માતા-પિતાને કહે છે.
આજ્ઞા આપને મારી મૈયા મારે તારવી છે જીવન નૈયા,
મળ્યા પ્રભુજી જીવન ખયા, ભવાદધિના સાચા તરવૈયા, સુણ વીતરાગ વાણું, લેવા સંયમની લ્હાણું...બન્યા વિરાગી જમાલિકુમાર રે.
હે માતા! મારે આ દુસ્તર સંસાર સમુદ્રમાંથી મારી જીવન નૈયાને તારવી છે. એ નકાના નાવિક, સાચા સુકાની પ્રભુ મને મળી ગયા છે. જે ને કાને નાવિક બરાબર હોંશિયાર ન હોય તે નકા ડૂબી જાય છે. પણ મારી નૌકાને નાવિક સદ્ધર છે. મને