________________
શારદા સરિતા
૩૨૫
વખત એક જોગી જંગલમાં તપ કરી રહ્યો હતો. ઉનાળાના ભડકા જેવા તાપમાં ધ્યાન ધરીને બેઠેલો. એના માથે મોટી જટા હતી. એટલે માથામાં જુઓ પડી ગયેલી. ધગધગત તાપ એટલે એના માથામાંથી જુએ નીકળીને ભય ખરતી હતી. એટ રે એના મનમાં થયું કે આ ભયંકર તાપ છે બિચારી જુઓ શેકાઈ જશે, એટલે ઉપાડીને પાછી માથામાં મૂકતે હતો. ભગવાન ત્યાંથી પસાર થાય છે. પાછળ ગે શાલક છે. એણે આ જોયું એટલે બોલ્યા કે જુખદે છે. પહેલી જુઓને પાછી ઉપાડીને માથામાં મૂકે છે! પેલા જોગીએ સાંભળ્યું પણ મૌન રહો. સમતા રાખી પણ ગોશાલક તે એ “જુખદા”. એ જુખદા, એમ બોલવા લાગ્યા. આ જોગીએ તપ કરીને શરીર સૂકે ભૂકકે કરી નાખ્યું હતું. આવા મેગીને છદ્મસ્થપણાની લહેર આવી ગઈ. ત્રણ વખત બે ત્યાં સુધી સમતા રાખી પણ ઘણીવાર બે એટલે એને કેધ આવ્યું ને તેના ઉપર તેજલેશ્યા છેડી. પણ કરૂણાના સાગર ભગવાન એની સાથે હતા. ભગવાને જોયું કે જેગીએ તેજલેશ્યા છેડી ત્યારે ભગવાને તેના ઉપર દયા કરીને સામી શીતળલેશ્યા છેડી. એ જ ગોશાલકે ભગવાન સર્વજ્ઞ બન્યા પછી પ્રભુ ઉપર તેજલેશ્યા છોડી. પણ તીર્થકરને તેજલેશ્યા બાલી શકતી નથી.
જેમ સુદર્શન ચક્ર જે છેડે તેના શત્રુને હણે પણ તેના વડીલે કે કુટુંબીજનોને કંઈ ન કરી શકે. જ્યારે ભરત મહારાજાએ છ ખંડ સાધ્યા અને ચકવર્તિનું પદ પામ્યા પછી બાહુબલીને કહેવડાવ્યું કે ભરત રાજાની આજ્ઞા શિરોમાન્ય કરે પણ બાહુબલી ભરૂની આજ્ઞા માનવા તૈયાર ન થયા. બે ત્રણ વાર કહેવડાવ્યું પણ બાહુબલિએ ના માન્યું ત્યારે ભરત ચક્રવતિને કે આવ્યું, કે માટે ભાઈ ચક્રવર્તિ અને મારી આજ્ઞા ન માને? સત્તાને મદ શું કરે છે? ભરત ચક્રવતિ ભાન ભૂલ્યા ને બાહુબલિ ઉપર ચક છેડયું તે ચક બાહુબલિના ચરણમાં નમીને પાછું આવ્યું પણ એમને વધ કરી શકયું નહિ. ભરતનું આ વર્તન જોઈને બાહુબલીને પણ કેધ આવ્યું. બસ, ભરતને મારી નાખુ. એમ કહી એક મૂઠી ઉગાગી. બાહુબલી બળવાન હતા. ભરત તે ચક્રવર્તિ હતા. બાહુબલિ ચક્રવતિ ન હતા છતાં તેમનાથી બળમાં ઉતરે તેવા ન હતા. તેનું કારણ પૂર્વ ભવમાં બાહુબલિએ એકલાએ ૫૦૦ સંતોની વૈયા વચ્ચે કરી હતી. ઉત્કૃષ્ટ ભાવથી સંતોની સેવા કરી હતી. તેના ફળ રૂપે આ ભવમાં ખૂબ બળવાન બન્યા અને જોરથી મૂઠ્ઠી ઉગામી ભરતને મારવા જાય છે ત્યાં વિચાર થયે રે.... જીવ! તું આ શું કરે છે? કેના માટે રાજ્ય જોઈએ? લોકો મને એમ કહેશે કે એક જમીનના ટુકડા માટે બાહુબલિએ પોતાના ભાઈનું ખૂન કર્યું. મારા કરતાં મારા નાના ભાઈએ સારા. ધન્ય છે એમને! આ રાજ્યના પ્રપંચમાં નહિ પડતાં દીક્ષા લીધી છે અને હું પાપી શું કરી સ્કોર છું? એ મૂકી પિતાના મસ્તક પર ઉગામીને પંચમૃષ્ટિ લોચ કરી નાંખે.