SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ શારદા સરિતા - દેવાનુપ્રિયે! તમને પણ આવે આવેશ આવે છે ને? તમે આવી મૂકી ઉગામતા હશે ને? પણ કઈ દિવસ બાહુબલિ જે વિચાર આવ્યું? બાહુબલિ સંસાર છોડી સંયમી બની ગયા. એટલે ભરત ચક્રવર્તિને ખૂબ દુઃખ થયું. ધિક્કાર છે મને. ને મારી રાજ્ય સત્તાને! હું મારા ભાઈઓ ઉપર સત્તા અજમાવવા ગયે ત્યારે એ સાધુ થઈ ગયા ને ધન્ય છે મારા ૯ ભાઈઓને, ભૌતિક રાજ્યને મોહ છોડી આત્મિક રાજ્ય લેવા માટે સંયમી બન્યા. એમ ભરત ચક્રવર્તિને ખૂબ પસ્તાવો થયો અને પોતે છ ખંડનું રાજ્ય ચલાવતા હતા પણ કેટલા અનાસક્ત ભાવે રહેતા હતા. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે જેમ સુદર્શન ચક્ર વજનને હણતું નથી તેમ તેજુ લેશ્યા તીર્થકરને બાળી શક્તી નથી. ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી છતાં તેના પર દ્વેષભાવ ન આવે. પણ એના પ્રત્યે કરૂણું કરીને કહ્યું કે હે ગોશાલક! હું તો આ પૃથ્વીતલ ઉપર હજુ વિચરવાને છું. પણ તારું આજથી સાતમા દિવસે મૃત્યુ છે. આ શબ્દો સાંભળી શાલક પ્રજી હા. આ શબ્દો કોણ કહી શકે? સર્વજ્ઞ કહી શકે. છદ્મસ્થને બોલવાને અધિકાર નથી. ગોશાલકને આ રીતે કહેવાથી એનું પરિણામ લાભદાયક છે તેથી ગે શાલકને કહ્યું. ઘણી વખત નજરે જોયેલું સત્ય હેય પણ સાચાને સત્ય કહેવાથી મટે અનર્થ સર્જાય છે. માટે જ્ઞાની કહે છે સત્ય હેય પણ જે સામાને અપ્રિય અને ઉદ્વેગ ઉપજાવે તેવી વાત હોય તો સાચા સાધકે ન બોલવી જોઈએ. પણ સત્ય અને પ્રિય ભાષા બોલવી. મહાશતક શ્રાવકના જીવનમાં શું બન્યું છે. રાજગૃહીમાં મહાશતક શ્રાવકને રેવતી આદિ તેર સ્ત્રીઓ હતી. એ મહાશતક તેની સ્ત્રીઓ સાથે સંસાર સુખમાં રચે પચ્ચે રહેતો હતો. રેવતી બે થઈ છે. એક ભગવાન મહાવીરને તેજલેશ્યાની ગરમીથી લેહીના ઝાડા થયા હતા તે વખતે નિર્દોષ બિજોરા પાક વહેરાવી શાતા ઉપજાવનાર રેવતી અને આ તે મહાશતકની પત્ની રેવતી, ખૂબ વિષયલંપટ ને માંસ ભક્ષણ કરનારી હતી. તેના માતા પિતા બહુ ધનવાન હતા તેથી તે કરિયાવરમાં આઠ કેડ સેનૈયા લાવી હતી. મહાશતક એક વાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની અમૃતમય વાણી સાંભળી ધર્મના રંગે રંગાઈ ગયા અને શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા. તેથી તેમનું જીવન દિવસે દિવસે સંયમ અને નિયમબદ્ધ બનવા લાગ્યું પણ તે વૈભવી અને વિલાસી રેવતીને આ ગમ્યું નહિ. આ સમયે રાજગૃહીમાં પ્રભુ મહાવીરના ઉપદેશથી કઈ પ્રાણીને વધ ન કરવાના, કેઈને હણશે મા ને ઢઢરે જાહેર કરવામાં આવે. રેવતીના મા-બાપ પોતાની પુત્રીઓ પ્રત્યેના બેટા રાગ અને મેહના કારણે અમારિશેષને ઢઢેરે જાહેર થતાં માંસ લુપ રેવતીને પોતાના પિયરમાંથી ગાયના વાછરડાનું માંસ આવવું શરૂ થયું. પતિ જ્યારે કંદમૂળને સ્પર્શ પણ ન કરે અને કાચું પાણી પણ ન વાપરે ત્યારે તેની પત્નીને માંસ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy