________________
૨૮૬
શારદા સરિતા આવે અને દેશવિરતી બને. એથી આગેકૂચ કરી છ આવીને સર્વવિરતી બને ત્યાંથી આગળ વધી સાતમે આવી પ્રમત અવસ્થાની બેડી તેડી અપ્રમત બને. આવી ઉચ્ચકક્ષાને કેળવીને તેરમે ગુણસ્થાને આવી આત્માની સાચી આઝાદી મેળવે. પછી કહો કે હું સ્વતંત્ર બન્યું. દુનિયાના અજ્ઞાન ને સાચી સ્વતંત્રતાનું ભાન નથી એટલે જ્યાં ને ત્યાં ભટકે છે. તેમેથી ચૌદમે જાય ત્યાં તો યેગનું બંધન પણ તુટી ગયું. એટલે શાશ્વત સ્વતંત્રતા છે. એ આવ્યા પછી કદી નષ્ટ થતી નથી. માટે સૌથી પ્રથમ આત્મધનને લૂંટનાર મહ ઉપર વિજય મેળવે. મેહ ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી સાચી સ્વતંત્રતાને જીવ મેળવી શકે છે.
મેહને જીતે તે સાચી સ્વતંત્રતા :એક પ્રધાન રોજ સવારે નાનાદિ કરીને એક રૂમમાં જાય. એક નાની બેગ બોલી તેના સામું જોઈ દશ મિનિટ મનમાં પ્રાર્થના કરે. તે સમયે તેની આંખમાંથી દડદડ આંસુ સરી પડતાં. પાંચ-દસ દિવસ આમ બન્યું ત્યારે તેની પત્નીને એમના ઉપર શંકા થઈ કે નકકી મારા પતિ કેઈ સ્ત્રીના પ્રેમમાં પડયા છે. બેગમાં એનો ફેટ લાગે છે. કારણ કે એના સામું જોઈ એના વિયોગથી આંખમાં આંસુ સારી બેગ બંધ કરીને ચાવી પિતાની સાથે લઈ જાય છે. મારે જેવું કેવી રીતે ? એ તે મારી બીકે ઘરમાં નથી લાવતા. નહિતર કયારની ઘરમાં લાવીને બેસાડી દીધી હોય. એક દિવસ બેગ પાસે જઈ પ્રધાન પ્રાર્થના કરે છે ત્યાં એની પત્ની પાછળથી પહોંચી ગઈ અને કેધથી ભભૂકી ઉઠી, જોરથી બેલવા લાગી. તમારા મનમાં સમજે છે શું? અને બન્યું એવું કે પત્ની ગઈ એટલે પ્રધાને બેગ બંધ કરી દીધી. મારાથી આટલું બધું ખાનગી શું છે? ત્યારે પ્રધાન કહે છે મેં તારાથી કંઈ ખાનગી નથી રાખ્યું. ત્યારે સ્ત્રી કહે છે નથી શું? રોજ તમે બેગ સામું જોઈને રડે છે અને બંધ કરે છે. હું વીસ દિવસોથી જોઉં છું અને અત્યારે અહીં આવી તો તમે બેગ બંધ કરી દીધી. પ્રધાન કહે છે તારે જોવા જેવું કંઈ નથી. છતાં તને અવિશ્વાસ હોય તે લે આ ચાવી ને તારા હાથે ખોલ. આ પ્રધાનની પત્નીએ બેગ ખોલી. અંદર જોયું તે એક સફેદ ગરમ શાલ છે. પત્ની કહે છે આ એક શાલને જોઈને તમે શા માટે રડે છે? સ્વામીનાથ! જે હોય તે ખુશીથી કહે. પ્રધાન કહે છે એ ખૂબ કિંમતી શાલ છે. પત્ની પૂછે છે એ કેની શાલ છે? પ્રધાન કહે સાંભળ અમે અઢાર મિત્રોની ટેબી છીએ. તેમાં મારા સત્તર મિત્રએ ગુરૂદેવ પાસે બ્રહ્મચર્યનો ઉપદેશ સાંભળી યાજજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી છે. તેના બહુમાનમાં શ્રીસંઘે તેમને આવી કાંબળી ઓઢાડી છે. તે મારા મિત્રોને એમ થયું કે અમે સત્તર મિત્રોએ વિષયવાસનાને ત્યાગ કર્યો અને અમારો મિત્ર રહી ન જાય એટલે એમણે સત્તર જણાએ ઓઢીને આ શાલ મક્લી છે. જેથી અમારે મિત્ર જાગૃત બને. દેવાનુપ્રિયે ! બેલે