________________
૨૭૩
શારદા સરિતા
વખત પ્રભુના દર્શન કર્યાં ને વાણી સાંભળી ત્યાં બધી વાસનાઓ ઉપર વિજય મેળવ્યેા. ભગવાન કહે છે જો તમારે જલ્દી આત્મકલ્યાણ કરવુ હાય તેા સર્વાં પ્રથમ વાસનાઓ ઉપર વિજય મેળવવેા પડશે. વાસના એ પ્રકારની છે. એક શુભ અને ખીજી અશુભ. એક પ્રકારની પ્રવૃત્તિ ખીજા પ્રકારની પ્રવૃત્તિને રાકે છે. તેમ ખરાબ વાસનાને ટાળવા સારી વાસનાની જરૂર છે. જુએ!, એક મિથ્યાત્વ વાસના છે. તેને ટાળવા માટે સમ્યક્ત્વ વાસનાની જરૂર છે. જીવનમાં ખરાખમાં ખરામ વાસના હાય તા તે મિથ્યાત્વની છે. મિથ્યાત્વની વાસના એટલે શુ ? આત્મામાં વિપરીત ભાવનાના સંસ્કાર તેનુ નામ મિથ્યાત્વ. વાસના એટલે વાસિત કરવું. આત્મામાં જેવી વાસના આવશે તેવા સંસ્કાર પડશે. વાસના પણ બહારના સંસ્કાર લઇને આવે છે. તમે જેવા પ્રકારના વાતાવરણમાં રહેશે। તેવા પ્રકારના સંસ્કારી તમારામાં પડશે. જેમ સ્ફટિક મણીમાં જેવા ઢોરા પરાવા તેવુ પ્રતિબિંબ પડે છે તેવી રીતે જેવું વાતાવરણ તેવી વાસના અને સંસ્કાર. આ આત્મા હજુ મુકતદ્દશાને પામ્યા નથી, સ્વ સ્વરૂપ પ્રાપ્ત કરી શકયા નથી તેનું કારણ શું? કારણ એ છે કે મિથ્યાત્વની વાસના કાઢવા હજુ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી નથી. વાસનાને વિજય ધ્યેયની સિદ્ધિ માટે છે. જે વાસના ભવભ્રમણ કરાવે છે, માક્ષે જતા અટકાવે છે, સંયમની રૂચી થવા ન દે, સંસારના કાદવમાં ખૂંચેલા રાખે, અનંત દુઃખના પાશમાંથી બહાર ન જવા દે તેવી વાસનાને જીતવા માટે જો કોઇ ધર્મ હાય તેા તે જૈન ધર્મ છે. તેમાં પણ એ ભેદ છે. એક દેશિવરતી ધર્મ અને ખીજે સવવતી ધર્મ. અપ્રમત અવસ્થા વાસનાના વિજયના ધ્યેયની સિદ્ધિ માટે છે. જો આટલુ કરવા છતાં અપ્રમત અવસ્થા ન આવે તેા ઘાણીના ખળદની જેમ જ્યાં હતાં ત્યાંના ત્યાં છીએ. ઘાણીના અળદ સવારથી સાંજ સુધીમાં ફરે છે કેટલું? પણ એ કયાં છે? ત્યાં ને ત્યાં માટે અપ્રતમ થવાની જરૂર છે, અયેાગી ખનવુ પણ એ ધ્યેય માટે છે, ચેાગીપણું છઠા ગુણસ્થાનથી તેરમા ગુણુસ્થાનક સુધી છે. ચેગીએ, મુનિરાજો, નિગ્રંથ સાધુએ વાસનાના વિજય માટે છે, ચેાગીપણું વાસનાની જડ ઉખેડવા માટે છે.
દેવાનુપ્રિયે! માક્ષપ્રાપ્તિ માટે અનાસકિતભાવ કેળવવેા પડશે. જ્યાં સુધી આસકિતભાવ છે ત્યાં સુધી આત્મિક ગુણાને વિકાસ થઇ શક નથી. પણ જીવ વિલાસપ્રિય અનીને આત્મિક ગુણાને વિનાશ કરે છે. કારણ કે અનાહ્નિકાળથી આત્માને પૈગલિક પાશ્ પ્રત્યે રૂચી ને તેને સંસર્ગ કર્યો છે. એટલે કુવાસનાએ તેના જીવનમાં ઘર કરી ગઇ છે અને કુવાસનાના ખરાબ સંસ્કારને કારણે વિપરીત શ્રદ્ધવાળા અની ગુણમાં દોષ અને દોષમાં ગુણ જુએ છે. પાંચ ઇન્દ્રિના વિષયે કે જે આત્માનું એકાંત અહિત કરનાર છે અને કેવળ દોષ સ્વરૂપ છે તેમાં પોતે ગુણાનું દર્શન કરે છે અને કષાય તથા વિષયાની વિરતિરૂપ સમભાવ કે જે ગુણુ છે તેમાં દોષ જુએ છે. આવી વિપરીત શ્રદ્ધારૂપ