________________
૨૨૫
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૩૧ - શ્રાવણ સુદ ૧૧ ને ગુરૂવાર
તા. ૯-૮-૭૩ અનાદિકાળથી ભવનમાં ભ્રમણ કરતાં જીવનું જમણ ટાળવા કરૂણાનિધી ભગવતે સિદ્ધાંત વાણીની પ્રરૂપણ કરી. ભગવાન કહે છે અનાદિકાળનું તારું ભ્રમણ ટાળવાનો કોઈ અવસર હોય તો માનવભવ છે. ભવભવની આંટીઘૂંટીઓ અહીં ઉકલશે. અનેક ભવોમાં બાંધેલી કર્મની ગંજીઓ આ માનવભવમાં સાફ કરી શકાય છે. એને માટે કેવી ઉગ્ર આરાધના જોઈએ. જેમ નાણુ કમાવાની સીઝનમાં તમે ભૂખ-તરસનું ભાન ભૂલી જાવ છો તેમ જ્યારે આત્માની આરાધના કરવાની સીઝન હોય ત્યારે તમને સંસાર ભૂલાઈ જ જોઈએ. વિચાર કરો કે આટલા વર્ષોથી ઉપાશ્રયે આવું છું, વ્યાખ્યાન સાંભળું છું, તપ-જપ કરું છું પણ હજુ કલ્યાણ કેમ નથી થતું? અંતરના ઉંડાણમાંથી તપાસ કરશે તો સમજાશે કે આટલું બધું કરું છું પણ હજુ સંસારની વાસના છૂટી નથી. વાસના છૂટશે તે સંસારથી વિરામ મળશે અને કલ્યાણ થશે. હજાર મણ લાકડાને બાળવા હજારો મણ અગ્નિની જરૂર નથી.
એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી
એક નાનકડી અગ્નિની ચિનગારી લાકડાની મેટી ગંજીને બાળીને સાફ કરી કરી નાંખે છે. તેમ સમ્યકત્વની એક ચિનગારી મિથ્યાત્વના ગાઢ વનને બાળી નાંખે છે. સમ્યકત્વ આવે એટલે સંસાર કટ થઈ જાય. આવું સમ્યકત્વ મનુષ્યભવમાં પામી શકાય છે. જ્ઞાની કહે છે હે જીવ! જાગો, સમજે ને બુઝે. કિનારે આવી ગયા છે. ચાર ગતિ-વીસ દંડક ને ચોરાસી લાખ છવાયેનિની અપેક્ષાએ મનુષ્યભવ કિનારા જેવો છે. આ કિનારે આવીને ડૂબી ન જવાય તેનું ખાસ લક્ષ રાખજે.
પ્રભુની વાણી જમાલિકુમારના અંતરમાં ઉતરી ગઈ. એ વિચારવા લાગ્યા અહો નાથ! તારા વિના મારી સિદ્ધિ નથી. તેં જે માર્ગ અપનાવ્યું છે તે હું અપનાવું તે મારા કર્મની સાંકળ તૂટશે. કારણ કે જ્યાં સુધી કમેં આત્માને લાગેલા છે ત્યાં સુધી આ જન્મ-મરણની ઘટમાળ છે. સંયમ એ કર્મવેગોને નાબૂદ કરવાની અમૂલ્ય જડીબુટ્ટી છે.
બંધુઓ! આપણા જીવે કેટલા કર્મો બાંધ્યા છે! શુભ વિચારથી શુભ કર્મો બંધાય છે ને અશુભ વિચારથી અશુભ કર્મો બંધાય છે. આપણા મનમાં જેવા વિચારો આવે છે તે તેના જેવા પરમાણુઓને ખેંચી લાવે છે. શુભ વિચારોનું ફળ પુણ્ય છે ને અશુભ વિચારોનું ફળ પાપ છે. જીવના શુભાશુભ કર્માનુસાર રૂપ-સુખ-સંપત્તિ બધું મળે છે માટે તમે સવારમાં ઉઠીને સારા વિચારે કરે. સારા વિચાર કર્યા હશે તે સુકૃત્ય કરવાની પ્રેરણા મળશે. એ સુકૃત્યથી તમે આગળ વધી શકશે,