________________
૨૨૬
શારદા સરિતા
આજના તર્કવાદીઓ ઘણી વખત એમ પૂછે છે કે તમે કહે છે કે શુભ કર્મ કરવાથી સારું ફળ મળે છે. અશુભ કર્મ કરવાથી અશુભ ફળ મળે છે. તે અમુક વ્યકિતએ તે ઘણું ખરાબ કાર્યો કર્યા છે, ખૂબ પાપ કર્યા છે, અન્યાય કર્યા છે છતાં એ તો નિરાંતે સુખ ભોગવે છે. તે એને અશુભ કર્મ કેમ નડતા નથી? ભાઈ! કરેલા કર્મોના ફળ તરત મળતા નથી. એ કમની તરત અસર થતી નથી. એને પણ આત્મપ્રદેશની સાથે મળી વિપાકને સમય પરિપકવ થવા માટે થોડો સમય જોઈએ છીએ. પછી એના પરિણામની ખબર પડે છે. જેમ તમારું માથું દુખતું હોય તે તરત એનેસીનની ટીકડી લો છો તો શું તરત માથું ઉતરી જાય છે? “ના” એને પણ થોડા સમય જોઈએ છે ને? એ ગોળી પેટમાં ઉતરે ને પોતાનું કામ શરૂ કરે. ધીમેધીમે વીસ પચ્ચીસ મિનિટ પછી આખા શરીરમાં પ્રસરે પછી માથાનો દુખાવો મટે છે. કેઈએ ઉંઘવા માટે ઘેનની ગળી લીધી તે શું તરત ઉંઘ આવી જાય છે? અડધા પણ કલાકે તેની અસર થાય ત્યારે ઉંઘ આવે છે અને એની અસર પૂરી થતાં ઉંઘ ઉડી જાય છે. કેઈ માણસ વાયડી ચીજ ખાય છે તે તરત પેટમાં વાયુને ફેલાવો નથી થતું. પણ અમુક સમય બાદ શરીરમાં વાયુને ફેલાવો થાય છે. આ રીતે આપણે જે કર્મો બાંધીએ છીએ તે તરત ઉદયમાં આવતા નથી. એને સમય પરિપકવ થાય ત્યારે ઉદયમાં આવે છે.
જૈન શાસન કેવું નિષ્પક્ષપાતી છે! એને ન્યાય કેવો અટલ છે! કર્તા સો ભોક્તા. જે કર્મ કર્યા છે તેજ ભક્તા છે. માટે એક વાત સમજી લેજે કે આપણે જે વાવ્યું છે તે લણવાનું છે. આ કર્મવાદ છે. એની સામે બીજે ઈશ્વરવાદ પણ છે. ઈશ્વરવાદીઓ ઇશ્વરને જગતને કર્તા ને ભક્તા માને છે. છતાં આજનો માનવી કેવો રવાથી છે. તે જુઓ. અમુક વખતે ઈશ્વરને માને અને અમુક વખતે ઈશ્વરને કયાંય મૂકી આવે! સારું કાર્ય કર્યું તે કહેશે મેં કર્યું અને ખરાબ થયું ત્યારે ભગવાનના માથે ઓઢાડી દે છે. દીકરાના લગ્ન વખતે કકેત્રી છપાવે છે તેમાં શું લખે છે ? અમારા ચિરંજીવ રમેશના લગ્ન અખાત્રીજે નક્કી કર્યા છે તો આપ સહકુટુંબ પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરશે. બોલે, અહીં કયાંય ભગવાનનું નામ આવ્યું? કારણ કે ત્યાં તો વરરાજાના બાપ બની છાતી ફુલાવીને લગ્નમંડપમાં હાલવાનું છે અને વૈભવનું પ્રદર્શન કરવાનું છે ત્યાં ભગવાનનું નામનિશાન નહિ. પણ જ્યારે કે ઈ મરી જાય ત્યારે તેની કાળોત્રી લખાય તેમાં શું લખે છે? અમારા ફલાણા ભાઈ અગર બહેન અમુક દિવસે દેવલોક પામ્યા છે તે ઘણું બેટું થયું છે. ભગવાનને ગમ્યું તે ખરું. મરવાની વાત માથે કોણ લે? ન ડોકટર લે કે ન સગાવહાલા લે. બધા એકી અવાજે એમ કહે કે ભગવાનને ગમ્યું તે ખરું. લગ્નમાં, જન્મોત્સવમાં બધે કંકેત્રિીમાં તમારું નામ ને મૃત્યુ થાય ત્યારે કાળોત્રીમાં ભગવાનનું નામ.