________________
૨૨૪
શાસ્થા સરિતા
તે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોવે છે કે મે શું ધર્મકરણ કરી કે જેના પ્રભાવે. આ મહર્ષિક દેવ બને ? સમકિતી દેવ તત પ્રભુના દર્શન કરવા જવાની ભાવના કરે છે. એ દેવીના રંગરાગમાં લપટાતો નથી. ત્યારે દેવી શું કહે છે સ્વામીનાથ! અમારું નાટક તે જોતા જાવ. ત્યારે એ દેવીને કહે છે કે દેવી! આ બધું તે મને અનંતીવાર મળ્યું છે. આવા ભોગ તે ઘણ ભગવ્યા. જે નથી મળ્યું તે મેળવવું છે. તમને કદી આવું થાય છે કે પૈસા તે પુણ્ય હશે તે રળતાં મળી રહેશે પણ આ વીતરાગવાણી વારંવાર સાંભળવા નહિ મળે. મારો નિયમ એટલે નિયમ, પછી ગમે તેવો મોટો ભૂપ આવે તો પણ મારે વીતરાગવાણી ન છેડાય. જે તમારે આ નિયમ હશે તે વહેપારીઓ ઉપર પણ છાપ પડશે કે ફલાણુ ભાઈ એમના ધર્મના નિયમમાં કેવા દઢ છે. ગુણસેન રાજા દેવલોકમાં ઉત્પન્ન થયા ને દિવ્ય સુખે ભેગવતાં એક સાગરોપમની આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરી કયાં ઉત્પન્ન થાય છે અને અગ્નિશર્મા કયાં ઉત્પન્ન થાય છે તે સાંભળો.
– બીજો ભવ – આર્યાવર્ત ભારતભૂમિપર જયપુર સુંદર શહેર, પુરૂષાર રાજા પાલક હૈ, કર રહા લીલા લહર મનહર “શ્રીકાન્તા” મહારાણી પૂર્ણ પતિકી મહરહેશ્રોતા તુમ...
આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં દેવલોકનું અનુકરણ કરતું ઉદ્યાનો અને બગીચાઓથી શોભતું પૃથ્વી ઉપર તિલકસમાન જયપુર નામનું નગર છે. તે નગરના લેકે કેવા છે? જ્યાં ખૂબ સૌંદર્યવાન અને જેનું ચારિત્ર ઉજવળ છે તેવી પવિત્ર સ્ત્રીઓ છે. જે નગરમાં પરસ્ત્રી ભોગવવામાં નપુંસક, પરાયા દેષ એવામાં અંધ, પરાયા અવર્ણવાદ સાંભળવામાં બહેરા, બીજાની નિંદા કરવામાં મુંગા, પરધન હરણ કરવામાં સંકુચિત હાથવાળા, અને પરોપકાર કરવામાં તલ્લીન એવા પવિત્ર પુરૂષો હતા. અને ન્યાય-નીતિથી યુક્ત પરાક્રમી, અને તેજસ્વી પુરૂષદત્ત નામના રાજા હતા. તેમને શ્રીકાંતા નામથી પટ્ટરાણી હતી. આ મહારાજા ખૂબ ન્યાયી ને દયાળુ હતા. એના રાજ્યમાં પ્રજાને કઈ જાતનું દુઃખ ન હતું. ચાર ડાકુને ભય ન હતું. પ્રજા સુખી તો હું સુખી અને પ્રજા દુખી તો હું દુખી એમ રાજા સમજતાં હતાં. પોતાની પ્રજાને સુખી જોઈ રાજા આનંદ પામતા હતા. ગૌરવ લેતા હતાં કે મારી નગરમાં આવા ભાગ્યવાન વસે છે.
- પુરૂષદા રાજા શ્રીકાંતા રાણીની સાથે દેવલોકના જેવા સુખ ભોગવતાં આનંદથી રહે છે. આ શ્રીકાંતા રાણીના ગર્ભમાં કયે જીવ આવીને ઉત્પન્ન થશે ને રાણીને કેવું સ્વપ્ન આવશે તેના ભાવ અવસરે કહેવાશે.