SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૨૩ પગથિયાં ચઢતાં રત્નજડિત દીવાલો એને પૃથ્વીના ઢેફા જેવી દેખાય છે. જરા પણ રાગભાવ નથી. મહેલની સીડીના પગથિયાં ચઢતાં તે શુદ્ધ ભાવનાની શ્રેણી પર ચઢતા જાય છે. ચાલતા ચાલતા જ્યાં માતા-પિતા બેઠા હતા ત્યાં આવે છે. માતા-પિતાને વંદન કરી જય હે.....વિજય હે...એવા શબ્દથી માતા-પિતાને વધાવે છે. જમાલિકુમારના શબ્દો સાંભળી માતા-પિતા આશ્ચર્ય પામી ગયા. અહો ! આજે જમાલિની વાણીમાં ફેર છે. રોજ એ આપણી પાસે આવે છે કે આજે આવ્યા છે તેમાં ફેર પડે છે. દેવાનુપ્રિય ! એક વખતના સંતસમાગમમાં કેટલું પરિવર્તન ! પહેલા ભાગમાં પડેલો હતું ને હવે યોગમાં જોડાએલે છે. વૈરાગીની વાણી અને વર્તનમાં ફેર હોય છે. તમે આટલા બધા બેઠા છે પણ આમાં કે વૈરાગી ભાઈ કે બહેન બેઠા હોય તે એ જુદા તરી વળે છે. તમને છોડવાનું મન થાય છે? સમકિતી આત્માની દશા કેવી હોય? હું સંસારમાં રહ્યો છું. પણ એને છેડયા વિના છૂટકારો થવાનો નથી. સંસાર ખરાબ છે. છોડવા જેવો છે. હું નથી છોડી શકતે તેનું દિલમાં પારાવાર દુઃખ છે. આવી ભાવના જાગશે ત્યારે સમજી લેજે કે હું કંઈક સમજ્યો છું. માત-પિતાને વંદન કરી જય-વિજય શબ્દોથી વધાવીને વિનયપૂર્વક હાથ જોડીને ઉભા રહ્યા. હવે એમને પિતાના હૃદયના ભાવ માતા-પિતા પાસે પ્રગટ કરવા છે. પણ બધી વાત વિધિએ કરાય. પાણીની તરસ લાગે તે વાસમાં પાણી લઈને ધીમે ધીમે પીવાય પણ નદી કે તળાવમાં ડૂબકી ન મરાય. હવે જમાલિકુમાર વિધિપૂર્વક એમના હૃદયના ભાવ માતા-પિતા પાસે પ્રગટ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર” – અગ્નિશર્માએ ગુણસેન રાજા સાથે ભયંકર વૈર બાંધ્યું છે. ભગવાન કહે છે– વેરાપુર્વાધિક મમયાન એક બીજા સાથે વૈર બાંધવાથી જીવને ભય ઉત્પન્ન થાય છે. અને પરભવમાં વૈરના મહાન દારૂણ દુઃખો જીવને ભેગવવા પડે છે. અગ્નિશમ પૂર્વે બાંધેલા નિયાણાના કારણે વિદ્યુતકુમાર દેવ થયે અને ગુણસેન રાજા સાથે વૈર લીધું. આટલેથી આ વાત પતી જવાની નથી. પણ એણે નિયાણું કર્યું હતું કે હું ગુણસેનને ભવભવ મારનારે થાઉં. ગુણસેન રાજા સમભાવપૂર્વક ઉપસર્ગ સહન કરીને સૌ ધર્મનામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવને માતાના ગર્ભમાં આવવાનું હોતું નથી. નારકી અને દેવને ઉપપાત જન્મ હોય છે. એટલે નારકીકુભીમાં ઉત્પન્ન થાય છે કે દેવ દેવશયામાં ઉત્પન્ન થાય છે. દેવના પલંગમાં દિવ્યશૈયા બિછાવેલી હોય છે. એના ઉપર એક ચાદર બિછાવે છે. તેમાં દેવ જઈને ઉત્પન્ન થાય છે. અંતમુહૂતમાં જેટલી કાયા બાંધવાની હોય તેટલી બાંધી લે છે. એટલે તરત દેવી હાજર થાય છે ને બોલે છે ખમ્મા મારા સ્વામીનાથને ! આપે શું તપ કર્યા, જપ કર્યા દાન-પુણ્ય કર્યા કે અમારા સ્વામી બન્યા. દેવને અવધિજ્ઞાન હોય છે, એટલે તરત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy