________________
૨૨૦
શારદા સરિતા
બીજી મધ ઉપર બેઠેલી માખી મધની મીઠાશને સ્વાદ ચાખે પણ એ ત્યાં ચૂંટી જાય એટલે એને મધની મીઠાશની જ ભારે પડી જાય છે. એટલે બિચારી રિબાઈ રિબાઈને મરી જાય છે. તેમ પાપનુબંધી પુણ્યના ઉદયવાળા ની આવી દશા હોય છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તિને પુણ્યના ઉદયથી ચક્રવર્તિનું પદ મળ્યું પણ એ
જીવનના અંત સુધી ભોગોમાં આસકત ર, મધ જેવા કામગમાં એંટી ગયા. ચિત્તમુનિ તેને સમજાવવા માટે આવ્યા પણ સમજ્યા નહિ. મરીને સાતમી નરકમાં ગયા
ત્યાં કેટલી વેદના ભેગવી રહ્યા છે. કેટલા કાળ સુધી એ વેદના ભગવશે તે જાણો છો? તેત્રીસ સાગરેપમ સુધી નરકની રે રે વેદના ભોગવવી પડશે. બંધુઓ ! આ વાત
ખ્યાલમાં રાખજે. જીવનના અંત સુધી સંસારના સુખમાં આસક્ત રહેશો તે શું દશા થશે? મમ્મણ શેઠની પણ કેવી દશા હતી? પૂર્વના પુણ્યથી કેટલી સંપત્તિ મળી હતી છતાં તેને તૃપ્તિ ન હતી. ગમે તેટલું મેળવ્યું ને ભોગવ્યું છતાં મૂકીને એક દિવસ જવાનું છે. તો સમજીને શા માટે ન છોડવું ? વીતરાગ વાણી સાંભળીને કંઈક ને કંઈક છેડતા શીખો.
* ત્રીજી બળખા ઉપર બેઠેલી માખીની કેવી દશા હોય છે? એને તે કંઈ સ્વાદ ચાખવા ન મળે અને ઉડવું હોય ત્યારે ઉડી પણ ન શકે. પાપાનુબંધી પાપના ઉદયવાળા ની બળખા ઉપર બેઠેલી માખી જેવી દશા હોય છે. કાલસૂરી કસાઈ ન તે સંસારનું સુખ માણી શકો કે ન તે તેમાંથી છૂટી શકે. એકાંત પાપમાં
ત રહ્યો. શ્રેણીક રાજાએ તેને એક દિવસ હિંસા બંધ કરવાની કહી તે પણ બંધ ન કરી. છેવટે એને કૂવામાં ઉતાર્યો તે પણ પાડા ચીતરીને માર્યા એટલે ભાવથી તે હિંસા ચાલુ રહી. જે આત્માઓ જીવનભર પાપ કરે છે તેને કેવા કર્મો ભેગવવા પડે છે
આજે ભારતભૂમિ ઉપર કેટલે હત્યાકાંડ વધી રહ્યો છે. દેવનારમાં જંગી કતલખાનું ખોલવામાં આવ્યું છે. તેમાં મૂક પશુઓની કેવી કરપીણ રીતે હિંસા કરવામાં આવે છે. એની કહાણી વાંચતા કાળજું કંપી જાય છે, આજે એ મૂંગા પશુઓની ફરીયાદ સાંભળનાર કોઈ નથી. એક જમાનો એ હતું કે ગાડા નીચે કૂતરું આવી જાય તે લોકો ભેગા થઈને ગાડાવાળાને ધમકાવી નાંખતા. એના ઉપર કેસ કરતા ને આજે તે માણસ કપાઈ જાય તેને અરેકાર નહિ. કેટલી નિર્દયતા!
અકબર બાદશાહે તેના મહેલમાં એક ઘંટ બાંધેલો. એને નિયમ હતું કે જ્યારે ખૂબ મુશ્કેલી આવી પડી ત્યારે ઘંટ વગાડે, અને બિનજરૂરીયાતે ઘંટ વગાડનારને ફાંસીની સજા કરવામાં આવશે એવો કાયદો હતો. એક વખત એક ગાય એ ઘંટ પાસે આવીને ઘંટ સાથે માથું ઘસવા લાગી એટલે જેરથી ઘંટ વાગે. બે-ત્રણ વખત વાગ્યે ત્યારે બાદશાહ કહે છે બીરબલ જેતે ખરે કેરું ભયંકર દુઃખમાં આવી પડયું છે કે