________________
શારદા સરિતા
૨૨૧ આટલા જોરથી વારંવાર ઘંટ બજાવી રહ્યું છે જલ્દી તપાસ કર. બીરબલ જુવે તે ગાય મેઢામાં ઘાસના તરણું ચાવતી ચાવતી ઘંટ સાથે માથું ખંજવાળે છે. બીરબલે વિચાર કર્યો કે જે હું બાદશાહને એમ કહીશ કે ગાય ઘંટ વગાડે છે તે કંધે ભરાઈને એનું માથું ઉડાડી મૂકશે. પણ બીરબલ બુદ્ધિશાળી હતો. ગાયને કેમ બચાવવી એને ઉપાય
ને બાદશાહને કહે છે બાપુ! આજની ફરીયાદ જુદી છે. માનવની ફરીયાદ નથી પણ અબોલ પશુની છે. એક ગાય મેઢામાં ઘાસનું તરણું લઈને ફરીયાદ કરે છે.
ગૌમાતાની ફરીયાદ ઘાસ ખાઉં ને દૂધ જ આપું, તે ય અન્યાય મેટે થાય, મારા વાછરડાને ધાવતે છેડાવી, દૂધ લીએ છે માલીક તોય
સાહેબ! Áવા ફરીયાદ કરે છે કે હું લૂખું સુકું ઘાસ ખાઈને માનવીને દૂધ આપું છું. મારા બચ્ચાને પૂરું દૂધ પીવા દેતી નથી તો પણ અમારી જાતિના પશુઓને મારી નાંખવામાં આવે છે. અમે કષ્ટ વેઠીને પણ પાંચ પદાર્થો માનવીને બક્ષિસ કરીએ છીએ. પ્રથમ દૂધ, દૂધને મેળવતાં દહીં, દહીંને વલવતા માખણ મળે ને માખણને તાવે તે ઘી બને. એ દૂધ ને ઘીમાંથી અનેક પ્રકારની મીઠાઈ બને છે. અમારું મૂત્ર પવિત્ર ગણાય છે. કોઈને ચળ ઉપડે તો પણ ગૌમૂત્ર ચોપડવાથી મરી જાય છે ને છાણનું ખાતર બને છે. જે અનાજ પકવવામાં કેટલું ઉપયોગી બને છે! અને મરી જાઉં ત્યારે મારા ચામડાના જુત્તા બનાવીને પહેરે છે. છતાં મને ત્રાસ આપે છે. આ કે અન્યાય કહેવાય! આ છે ગૌવાની ફરીયાદ. બાદશાહ વિચાર કરે છે આ તો મટી ફરીયાદ કહેવાય. બેલે, ગાયે આવી ફરીયાદ કરી હતી ? “ના.” પણ મૂંગા પશુઓનું રક્ષણ કરવા માટે બીરબલની બુદ્ધિનો કે કિમિ કહેવાય ? અકબર બાદશાહના મગજમાં વાત ઉતરી ગઈ ને ગાય માતાને પંપાળીને કહે છે માડી તારી ફરીયાદ હું લક્ષમાં લઉં છું ને તું જા. આજથી હું મારા રાજ્યમાં ઢઢેરો પીટાવું છું કે જ્યાં સુધી મારી આણવર્તે છે ત્યાં સુધી કેઈએ ગૌમાતાની કતલ કરવી નહિ. આ હતા રાજા ને આ હતા પ્રધાન! આજની સરકાર અને એના પ્રધાન બધાય સરખા છે. સરકાર કહે છે કે અનાજની તંગી છે માંસ ખાવ. માંસાહારને પ્રચાર કરે છે. બાળકના કુમળા મગજ ઉપર એની અસર થાય છે માટે સાવધાન રહેજે. બાળકને ધર્મના સંસ્કાર આપજે કે માંસ ભક્ષણ કરનાર નરકમાં જાય છે. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જેનના દીકરાને કદી માંસ ખવાય નહિ એવી હિત શીખામણ આપજે. નહિતર પાછળ ખૂબ પસ્તાવું પડશે.
આપણે ચાર પ્રકારની માખીની વાત ચાલતી હતી. ચોથા પ્રકારની માખી પથ્થર ઉપર બેસે તે ભલે કંઈ સ્વાદ ન રાખી શકે પણ એને ઉડવું હોય ત્યારે ઉડી શકે ખરી. પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા જ આ ચોથા પ્રકારની માખી જેવા હોય છે.