________________
શારદા સરિતા
આત્મા સદગુણુને લડાર, સત્ય શીયળને શણગાર, એની શાલા અપરંપાર (ર)...
૨૧૯
અનંતજ્ઞાનદર્શન અકે, ચારિત્ર ચાંદની ચમકે ચેતનના ચળકાટ તુ જોજે (ર) એ છે તેજતેજના અંબાર (૨) એની શાલા અપરંપાર (ર)...આત્મા...
આત્મા અનંત જ્ઞાન-દર્શનના પુંજ છે. પણ કર્મોના આવરણના કારણે તે મિથ્યાદૃષ્ટિના લીધે અનંત જ્ઞાન અજ્ઞાનના રૂપમાં ફેરવાઇ ગયુ` છે. ચારિત્રના ગુણુ પેાતાનામાં સ્થિર કરવાને ખલે વિકાર થઇ ગયા છે. આત્માને ખલે પરવસ્તુમાં તેની લીનતા ને એકાગ્રતા તે વિકાર છે. જ્ઞાન-દર્શોન નષ્ટ થયા નથી પણ અનંતકાળથી રાગ-દ્વેષને માહના કારણે વિકાર થયા છે. તેના કારણે પેાતાનું ભાન ભૂલી ગયા છે. પરવસ્તુમાં આત્મભાન્તિ થવાના કારણે વિકૃતિ આવી ગઇ છે. જેમ દૂધમાં મીઠું નાખવામાં આવે તે ફાટી જાય ને ? તેમ જ્ઞાન એ મિથ્યાજ્ઞાનમાં પરિણમે છે. સાચા દેવ-ગુરૂને ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઇ નથી, વસ્તુના સત્ય સ્વરૂપની પણુ શ્રદ્ધા થઈ નથી. ભ્રમના કારણે ઉંધી શ્રદ્ધા થઈ છે. આ રીતે આત્મા અનતકાળથી મલીન બની ગયેા છે. અંદર જે મેલના થર જામ્યા છે. તેને દૂર કરવા માટે વીતરાગવાણીનુ પવિત્ર જળ તેના ઉપર રેડતા જાય તેા એ મેલ ધાવાતા જાય ને જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ થાય. જેમ દર્પણ ઉપરથી સંપૂર્ણ ડામર ઉખેડી નાંખવામાં આવે તે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે તેમ આત્મા ઉપરથી કર્મરૂપી ડામર ઉખડી જાય તે પાતાનું સ્વરૂપ ખરાખર જોઇ શકે.
જમાલિકુમાર્ગે એકવાર પ્રભુની દેશના
સાંભળીને પેાતાના સ્વરૂપમાં સ્થિર થઇ ગયા. એને સંસારના સમગ્ર પદ્મા પ્રત્યે ઉદાસીનભાવ આવી ગયા. જ્યાં સુધી સંસારના રાગ ન છૂટે ત્યાં સુધી તમે કેવા ખનેા તેના ઉપર ચાર માખીના ન્યાય. ચાર પદ્મા ઉપર ચાર માખીએ બેસે છે. સાકર-મધ-ખળખા ને પથ્થર. એ ચાર વસ્તુ ઉપર ચાર માખીએ બેઠી છે. સાકર ઉપર બેઠેલી માખીને ઇચ્છા હૈાય ત્યાં સુધી સાકરના સ્વાદની માજ માણે ને મન થાય ત્યારે ઉડી જાય. એને મને રીતે આન આવે છે. તેમ ભગવાન કહે છે કે જે જીવા પુણ્યાનુબંધી પુણ્ય લઇને આવ્યા હાય છે તે જીવેા સાકર ઉપર બેઠેલી માખી જેવા છે. એને જયાં સુધી સંસારના સુખા ભાગવવા હાય ત્યાં સુધી ભાગવી શકે અને મન થાય ત્યારે તેના પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી સંસારને લાત મારીને નીકળી જાય. જમાલિકુમાર અને શાલીભદ્ર જેવા આત્માએ સાકર ઉપર બેઠેલી માખી જેવા હતા. એમણે સંસારના સુખની માજ માણી અને જ્યારે સમજાયુ કે સંસાર દાવાનળ છે ત્યારે ક્ષણવારમાં છેડીને ચાલ્યા ગયા.