________________
શારદા સરિતા
૧૯૭ નોકરડીના વેશમાં આ મારી માતા છે. હું વીસ વર્ષને થયું ત્યારથી ભણવા આવ્યું છું અને દશ વર્ષ મને અહીં આવ્યા થયા. મારા માતપિતાએ મને કેવી સ્થિતિમાં ભણાવ્યો છે. આ પત્નીના મોહમાં હું માબાપને ભૂલ્યા. ખૂબ રડે છે. માતા વિચાર કરે છે દીકરે ભાન ભૂલ્યા હતા પણ ભૂલને પશ્ચાતાપ કરે છે.
દેવાનુપ્રિ ! માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ પિતાની ભૂલને ભૂવ તરીકે સ્વીકારે તે માનવ. ભૂલને સુધારવા પ્રયત્ન કરી ભૂવને સુધારે તે મહામાનવ અને ભૂલ કરીને હસે તે દાનવ છે. એજીનીયરનું હૃદય એ માનવનું હદય હતું. એક તરફ માત પિતા યાદ આવ્યા છે. બીજી તરફ બાબાને પ નથી તેની ચિંતા છે. બીજે દિવસે સવારમાં બંને પતિ-પત્ની શોધ કરવા નીકળ્યા ને બીજી તરફ માજી પણ બાબાને શોધવા નીકળ્યા. પતિ-પત્ની ખૂબ ફર્યો પણ પત્તે ન પડતાં નિરાશ થઈને ઘરમાં બેઠા. ડોશીમા જંગલમાં ગયા. ત્યાં ઘણે દૂર એક માણસ બાબાને લઈને ઉભો હતો. માજી દેડતા ગયાં. દીકરાને તેડી લીધે. આ બાબાને માજી ખૂબ રમાડતા હતા એટલે એની માયા હતી. ચોવીસ કલાકથી છૂટું પડેલું બાળક પોતાના માતા મળે તો કેવુ વળગી પડે તેમ માજીને જોતાં બાબો વળગી પડશે. માજીએ હૈયાસ ચાંપી દીધે.
પિલા માણસને કહે છે વીરા ! તેં બાબાને સાચ તે બદલ મહાન ઉપકાર. તે માણસ કહે છે બહેન ! આ બાબ કાલને રડતે રડો અમારી ઝુંપડી પાસે આવ્યા હતો. મેં સમજાવી સમજાવીને રાખે. આજે તેને લઈને ગામમાં આવતું હતું. તેના મા-બાપ મળી જાય તે સેંપી દઉં. ડોશીમા કહે છે ભાઈ ! અત્યારે તને આપવા મારી પાસે કંઈ નથી પણ મારી સાથે તું ચાલ. મારા દીકરા પાસે તને હું અપાવીશ. એ માણસ કહે છે બહેન ! મારે કંઈ બદલે જોઈતું નથી. એમાં મેં કંઈ કર્યું નથી. મેં તો મારી ફરજ બજાવી છે. આવા સામાન્ય માણસમાં પણ કેટલી નીતિ હોય છે. આજે મોટે ભાગે ધનવાનો નીતિ ભૂલી ગયા છે. પિતાના સુખ પાસે બીજાને
તુચ્છ સમજે છે.
- ડોશીમા બાબાને લઈને દોડતા ઘેર આવ્યા. પતિ-પત્ની ઉદાસ બનીને બેઠા હતા ત્યાં આવીને માડી બાબાને ખળામાં બેસાડે છે. પતિ-પત્ની ખુશ ખુશ થઈ ગયા. બાબાને છાતીસમે ચાંપી દે છે. અમર મનમાં સમજી જાય છે કે નકકી આ મારી માતા છે. ઉભે થઈ માતાના પગ પકડીને કહે છે હે માડી ! બેલ તું કે શું છે? તું
જ્યારથી મારા ઘરમાં આવી ત્યારથી તને જોઈને મારા અંતરમાં આંદોલન જાગે છે પણ મારા અંતરાય કર્મના ભેગથી પડદે ખુલતો નથી. તું જ મારી માતા છે. માતા પણ દીકરાને છાતીસમે ચાંપી દે છે. માતાના હૈયાનું વાત્સલ્ય ઉછળે છે. વહુ પણ સમજી ગઈ કે આ મારા સાસુ છે એ પણ પગમાં પડી ગઈ. પશ્ચાતાપના આંસુથી સાસુના .