________________
૧૯૮
શારદા સરિતા ચરણ ઈ નાંખ્યા. વહ કહે છે બા! હું કેવી અભાગણી! આવા પવિત્ર સાસુને મેં ઓળખ્યા નહિ. કરડી તરીકે કામ કરાવ્યા. ધિકકાર છે મને. મેં તારો લાડીલે ઝૂંટવી લીધું હતું તે મારે ખૂટવા. હે મા....તું અમને માફ કર.
બંધુઓ! આંસુના બે ટીપા શું કામ કરે છે? દીકરા ને વહુની આંખમાં પશ્ચાતાપના આંસુ આવ્યા. માતાનું હૃદય પીગળી ગયું. પુત્ર અને વહુને બેઠા કરી શાંત પાડે છે. તે કહે છે એમાં તમારે દોષ નથી, દોષ મારા કર્મને છે. પશ્ચાતાપના આંસુ પાપની કાલીમાને ધોઈ નાખે છે. અને આધ્યાનના આંસુ આત્મા ઉપર કર્મની કાલીમાં વધારે છે. તિર્યંચગતિમાં લઈ જાય છે. માતા કહે છે દીકરા ! તું માતપિતાને ભૂલ્ય ખરો પણ તને ભૂલનું ભાન થયું છે એ તારા માટે ભાગ્યની નિશાની છે. અમર પૂછે છે બા! તારા કપાળમાં સૌભાગ્ય-ચિન્હને ચાંદલ કેમ નથી? અને તારા સેના જેવા ચળકતા વાળ ક્યાં ગયા? ત્યારે માતા કહે છે દીકરા! મારે ચાંદલ લૂછાવનાર ને મારા સુવર્ણ કેશ ઉતરાવનાર તું છે. માતા હાય હું જ છું? મા કહે છે અમે બંને તારી શોધ કરવા ગામમાંથી ઘર-વાસણ બધું વેચીને મેટી આશાએ અહીં આવ્યા. ધર્મશાળામાં ઉતર્યા અને તારા પિતા તને શોધતા શોધતા તારા બંગલે આવ્યા. તમારી બંનેની નજર એક થઈ એમ કહેતા હતા. પછી શું બન્યું તે હું જાણતી નથી. પણ એ પાછા આવ્યા ત્યારે મેં પૂછયું અમર મળે ? માથામાંથી લેહી વહી જતું હતું. છેલ્લે એટલું બોલ્યા કે અમર મળે પણ મને અમરે અમર બનવાને સંદેશ આપે. આટલું બેલતા એમના પ્રાણ ચાલ્યા ગયા. એટલે મને લાગે છે કે ક્યાચ તારે ત્યાં કંઈ બનાવ બ હશે! દીકરા બીજું તે કંઈ નહિ. હું તે જીવતી છું તે તું મને મજે. મેં તારું સુખ જોયું ને આનંદ પામી પણ તારા બાપુજીએ તે કંઈ ન જોયુને! મને એ અફસેસ રહી ગયે.
માતાની વાત સાંભળી અમર બેભાન બની ગયો. માતાધિકકાર છે આ પાપી અમરને! આ સત્તાની ખુરશીએ મને ભાન ભૂલાવ્ય: સતાને મદ અને પત્નીને મેહ આ બે કારણે બાપને ધકકે મરા. બસ હવે આ સત્તાની ખુરશી મારે ના જોઈએ. હવે તે ઘરઘરમાં ઘૂમીશ ને મારા જેવા ભાન ભૂલેલા છોકરાઓને આવા વૃધ્ધ માબાપની સેવા કરવાને સંદેશો પહોંચાડીશ અને તારા જેવી રાંકડી માતાઓ અને વૃદ્ધ પિતાઓની હું સેવા કરીશ. અમરે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવઃ ને સંદેશ ઘરઘરમાં પહોંચાડયે. ને પિતાનું જીવન સુધાર્યું. અમરની જેમ દરેક આત્માઓ પિતાની ભૂલને જુવે ને ભૂવને સુધારે તે પોતે પણ એક દિવસ મહામાનવ બની શકે.
1 શ્રેણીક રાજાએ નંદીગ્રામમાં બકરી મોકલીને કહાવ્યું છે કે વજન વધવું ન જોઈએ ને ઘટવું ન જોઈએ. ગ્રામજને ચિંતામાં પડ્યા છે કે શું કરવું? ત્યાં નાને