________________
૧૮૪
શારદા સરિતા
દ્વેષ ન હેાય તા કદી દુઃખ થાય નહિ. રાગ-દ્વેષના કારણે આપણે ભવમાં ભટકી રહ્યા છીએ. જેમ તાવ આદિ રોગને કારણે શરીરમાં પીડા થાય છે તેથી તે રોગ કહેવાય છે. શરીરના એ વિકાર છે તેવી રીતે રાગ અને દ્વેષ આત્માને પીડાકારી હાવાથી આત્માના રોગ છે અને આત્માના વિકાર છે.
ન
અધુએ! શગ અને દ્વેષ એ એ આત્માના મહાન રાગ છે. એ અનેમાં પણ હજુ દ્વેષ ખરાબ લાગશે પણ શગ ખરાબ લાગતા નથી. ન્યાયથી પૈસા કમાયા, આ મેાટા બગલા વસાવ્યા, મારુ કુટુંબ મળ્યું, સગાં સ્નેહી મળ્યા. આ બધા પ્રત્યેના જીવને અત્યંત રાગ છે અને કહેા છે કે અમે અમારા કુટુબ ને ઘરબાર પ્રત્યે પ્રેમ ન રાખીએ તા ક્યાં રાખીએ ! એટલે આ બધા શગ કર્યા છે, પણ તે ખોટો છે એમ જ્યાં સુધી નથી લાગતું ત્યાં સુધી રાગ એ ભયંકર માટા રાગ છે. એવુ કયાંથી સમજાય ? ટૂંકમાં આ કાયાની અંદર કે પૂરાયેલા આત્માને પેાતાનું ભાન નથી. જો આત્માને પેાતાના સ્વરૂપને ખ્યાલ હાત કે જન્મોજન્મ મારા આત્માને નવી નવી કાયાનીકેમાં પૂરાવું પડે છે અને શુભાશુભ કર્મો ભાગવવા પડે છે તેા રાગ-દ્વેષ આછા થાત. હું તેા અનાદિકાળના શાશ્વત આત્મા છું. આવું જો ભાન હાત તા એમ થાત કે મેં આવું બધુ એક ભવમાં પ્રાપ્ત નથી કર્યું પણ અનાદ્દિકાળથી મેળવ્યું અને ખાયુ છે. તેા હવે મારે આના ઉપર ખોટો રાગ શા માટે કરવા? આ એક જન્મમાં પણ એ વસ્તુ કાયમ રહેશે કે નહિ તેની ખાત્રી નથી. કઢાચ આ ભવમાં રહેશે તે અંતે તા એને છેડવાનુ છે. તેા મારે એના ઉપર ફાગઢ રાગ-દ્વેષ શામાટે કરવા? આવા વિચારથી પણ રાગ-દ્વેષ પાતળા પડી જાય ને દુઃખમાં ઘટાડો થાય. પણ આ નથી ખનતુ તેનુ મુખ્ય કારણ આત્મા અવિનાશી, સ્વતંત્ર અને અનત સુખનેા ધણી છે, આ વાત ભૂલાઈ ગઈ છે અને રાગ-દ્વેષ હોંશથી કરવા જોઈએ છીએ તે પછી અંતરાત્મામાં જ્ઞાનને પ્રકાશ કયાંથી પથરાય?
પ્રકાશ અથવા જ્ઞાન એ વાસ્તવિક છે કે જ્યાં મૂળ રાગ રૂપ રાગ-દ્વેષ થાડાઘણાં પણ ઓછા થયા હોય ઓછા થયા વિનાનું જ્ઞાન પ્રકાશ રૂપ નથી. અંધકાર અને અજ્ઞાન રૂપ છે તેથી જ્ઞાન મેળવવા માટે પહેલા રાગ-દ્વેષને ધક્કો મારવાની જરૂર છે. જેવુ જ્ઞાન તેવુ ધ્યાન આવે છે. જેમાં રાગ-દ્વેષનું જોર ઓછું હાય તે શુભ ધ્યાન છે અને જ્યાં ખાદ્ય વસ્તુને મહત્વ અપાય, પરવસ્તુની જ્યાં માંગ હેાય તે અશુભ ધ્યાન છે. એક વખતના પરદેશી રાજાને સૂરીકતા રાણી પ્રત્યે કેટલેા રાગ હતા! સૂરીકતાનુ નામ ચાદ રહે એટલા માટે પુત્રનુ નામ સૂર્યકાંતકુમાર પાડ્યું હતું. એની સૂરીકતા રાણી વિષયસુખની પ્યાસી હતી. જ્યારે પરદેશી રાજા કેશીસ્વામીના એક વખતના સમાગમથી ધર્મના રંગે રંગાઈ ગયા અને એને જે સુખ મળતુ હતુ તે અંધ થઇ ગયું ત્યારે ઝેર આપીને રાજાના પ્રાણ લેતા પણ પાછી ન વળી. છતાં પરદેશી રાજાએ એ રાણી પ્રત્યે