________________
શારદા સરિતા
૧૮૫
સહેજ પણ વૈરભાવ રાખે નહિ. એણે તે એક વખત સંત સમાગમ કર્યો પણ દેવાનુપ્રિયે! તમે કેટલી વખત કર્યો. હજુ રાગ-દ્વેષ પાતળા પડે છે? ક્યા ઓછી થાય છે? જે વીતરાગવાણી હમેશા સાંભળે, સંતસમાગમ કરે તેને માથાના કાપનાર દુશ્મન પ્રત્યે પણ કે આવતો નથી. હંમેશા તેનું ભલું ઇચ્છે છે. કેઈ માણસને કેઈની સાથે એવું ગાઢ વૈર હોય તે આપણને એમ લાગે કે એ મરી જશે તો એને આભડવા પણ નહિ જાય. પણ જે એને સંતસમાગમ થયે હોય, રાગ-દ્વેષની મંદતા થઈ હોય તે એ અહિત કરનારા દુમનને ઝેર પીવાનો વખત આવ્યો હોય તે તરત તેની પાસે દોડી જશે ને એના હાથમાંથી ઝેરનો વાટકો ખુંચવી લેશે ને એને આશ્વાસન આપશે ને પડતાને બચાવી લેશે. આનું નામ સત્સંગ કર્યો કહેવાય. એ મહાવીરને સાચો સંતાન છે.
એક શેઠને ત્રણ દીકરા હતા. શેઠ ખૂબ ધનવાન હતા. તેમની પાસે એક કિંમતી રત્ન હતું. શેકે ત્રણે દીકરાને પાસે બેસાડીને કહ્યું કે જે દીકરે મને સંતોષ” પમાડશે તેને હું રત્ન આપીશ. ત્રણે દીકરા રત્ન લેવા તૈયાર હતા. પણ પિતાને કઈ રીતે સંતોષ પમાડે તે વિચાર કરવા લાગ્યા. સૌથી મોટા દીકરાએ એની દુકાને આવેલ ઘરાક ૫૦૦૦) રૂ. નું પાકીટ ભૂલી ગમે તે હોંશિયારીથી પચાવી પાડયું. એના મનમાં આનંદ થયો કે પાંચ હજાર રૂપિયા મળ્યા એટલે મૂડીમાં વધારે થશે ને બાપુજીને સંતોષ થશે. બીજા દીકરાએ એ વિચાર કર્યો કે દશ-પંદર ગરીબોને જમાડું તે મારા પિતાને સંતોષ થશે. જ્યારે સૌથી નાના ત્રીજા નંબરના દીકરાએ શું કર્યું ! એક દિવસ તે નદી કિનારે ફરવા ગયા તે વખતે પોતાના પિતાને કટ્ટો દુશ્મન કદી તેના સામું જોતો ન હતો તેવા દુશમનને દીકરે નદીમાં તરવા પડે. એને તરતા બરાબર આવડતું ન હતું જેથી નદીમાં ડૂબવાની અણી ઉપર હતો. માથાના વાળ દેખાતા હતા. આ દશ્ય શેઠના નાના દીકરાએ જોયું. તરત છલાંગ મારીને નદીમાં પડયો ને પેલા છોકરાને બહાર કાઢ. સહીસલામત તેને ઘેર પહોંચાડી દીધે.
એક વખત શેઠ પિતાના ત્રણે દીકરાને બોલાવીને પૂછે છે તમે શું નવું કામ કર્યું? ત્યારે મોટે કહે છે બાપુજી! મેં પાંચ હજારનું ઘરાકનું પાકીટ રહી ગયું હતું તે લઈ લીધું છે એટલે પાંચ હજારને મૂડીમાં વધારો કર્યો, ત્યારે બીજો કહે છે મેં દશ-પંદર ગરીબોને જમાડયા. શેઠ કહે ઠીક. હવે ત્રીજા નંબરને વારે આવ્યું. એ કહે છે બાપુજી! મેં જે કાર્ય કર્યું છે તે આપને ગમશે કે નહિ તે જ્ઞાની જાણે પણ મેં આમ કર્યું છે. શેઠ કહે તેં શું કર્યું તે કહે તે ખરે. ત્યારે કહે છે આપના ફલાણું દુશ્મનનો છોકરો નદીમાં ડૂબી જવાની અણી ઉપર હતું. નજરે જોયું એટલે મેં નદીમાં પડીને તેને બચાવી લીધું છે ને છેકશને તેને ઘેર પહોંચાડી દીધું છે. માનવ માનવને ન બચાવે