________________
શારદા સરિતા
૧૮૩
ગુરૂદેવ ! ખુબ તરસ લાગી છે. આમાંથી પાણી પીવાય? ત્યારે અંબડ કહે છે. આપણે અણુદીધું ન લેવાની પ્રતિજ્ઞા કરી છે. કેઈ આજ્ઞા આપે તે પાણી પીવાય. બાકી પીવાય નહિ. ત્યાં એમ વિચાર ન કર્યો કે અહીં કેઈ નથી પણ વતમાં દઢ રહ્યા. પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. ધગધગતી રેતીમાં સંથારે કરીને સૂઈ ગયા.
' ગુસેન રાજા બાર વ્રતનું પાલન કરે છે. રેજ વિજયસેન આચાર્ય પાસે જાય, છે પણ પેલું દુઃખ ભૂલાતું નથી. તપસ્વીનું શું થયું હશે? આમ કરતા દિવસો વિતાવે છે. હવે સજા એક વાર મહેલના ઝરૂખે ઉભા છે ત્યાં એ કયું દશ્ય જોશે અને તેનાથી તેના મનમાં કેવા ભાવ આવશે તે વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૬ ને શનિવાર
તા. ૪-૮-૭૩ અનંતકરૂણાનિધિ વીતરાગ પ્રભુએ જગતના જીવોના ઉદ્ધારને માટે સિદ્ધાંતમય વાણી પ્રકાશી. જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળી ત્યાં એના રાગ-દ્વેષ ક્રોધ-માન-માયાલોભ આદિ કષાયે ઘટવા લાગ્યા ને અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટવા લાગે. સાચું જ્ઞાન પ્રગટ કરવા માટે ઓછા વધતા પ્રમાણમાં માનવીના રાગ-દ્વેષને ધકકો લાગ જોઈએ. આજે જ્યાં ને ત્યાં જ્ઞાન મેળો, જ્ઞાન મેળોની બૂમે મરાય છે પણ સાથે રાગ-દ્વેષ ઓછા કરવાની વાત કઈ સમજાવતું નથી. જ્ઞાન ગમે તેટલું મેળવવામાં આવે પણ જે તેની સાથે રાગ-દ્વેષ ન ઘટે તે તે જ્ઞાન આત્માને તારનારું નહિ બને. જ્યાં સુધી જીવનમાં રાગ-દ્વેષની આંધી ચઢેલી હોય ત્યાં સુધી આત્મજ્ઞાનને સારો પ્રકાશ મળે નહિ. જીવને જ્યાં ને ત્યાં દુઃખ કેમ પડે છે? એ દુઃખ કઈ આપતું નથી. પણ જ્ઞાની કહે છેઃ
आत्माऽज्ञान भवं दुःखमात्म ज्ञानेन हन्यते ॥ દુઃખ માત્ર પિતાના અજ્ઞાનથી ઉભું થાય છે. જ્યારે એ અજ્ઞાન ટળે ને સાચું જ્ઞાન પ્રગટે ત્યારે દુખ ટળે ને સુખ મળે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એના રંગ ને વિકાર ક્યા છે તે કયાંથી સમજાય? રાગ-દ્વેષ, વિષયની રૂચી, હર્ષ ને શેક આ બધા આત્માના રોગ છે વિકાર છે. આના કારણે જીવ વર્તમાનમાં દુઃખી બને છે અને કર્મના બંધન બાંધી ભવિષ્યમાં દુઃખી થાય છે. અંતરના ઉંડાણથી વિચાર કરશે તે સમજાશે કે દુઃખ કેમ આવ્યું? અંતરમાંથી જવાબ મળશે કે રાગ-દ્વેષના કારણે તું દુઃખી છે. જે કઈ પણ વસ્તુ કે વ્યકિત પ્રત્યે રાગ