________________
૧૮૨
શારદા સરિતા
આ માજી ઘરમાં એકલા હાય તેમ લાગે છે, ખીજુ કાઇ દેખાતુ નથી. વળી હજુ આ ઝરામાં સેવ અકબંધ છે, એક ચમચા કોઈએ ખાધી હાય તેમ નથી. વળી ગરમાગરમ છે અને એકલા માજી અત્યાર સુધી ભૂખ્યા ન બેસી રહે. શકા પડી એટલે ડાશીમાને પૂછ્યું કે માતા ! આ સેવ તમે કેમ બનાવી છે? ત્યારે કહે મને ખાવાનું મન થયું એટલે મનાવી છે. સંત કહે છે બહેન! સાધુને આધાકમી આહાર વહેારાવવાથી ઘણા પાપના ભાગીદાર અનેા છે. પછી માજી સત્ય મેલી ગયા. ગુરૂદેવ ! આપ આવી સખ્ત ગરમીમાં પધાર્યા છે. ગામમાં મારી દીકરી સિવાય ખીજુ જૈનનુ ઘર નથી. ખીજા પટેલ લાકે ખેતરમાં ગયા છે એટલે મને થયું કે શું વહેારાવુ ? ઘરમાં કઇ ન હતુ. એટલે ગરમ પાણી તૈયાર હતુ. તેમાં મેં સેવ નાખી દીધી ત્યારે મુનિ કહે છે બહેન ! “ | મેળ્વર્ તારિસ । મને એવા સદોષ આહાર ક૨ે નહિ, મુનિ પાછા ફર્યા. ડોશીમાએ સેવ વાટકા ભરીને તેની દીકરીને ઘેર મોકલાવી. મુનિ ફરતાં ફરતાં દીકરીને ઘેર ગયા ત્યાં વાટકામાં સેવ હતી એ પણ વહેારાવવા આવી. મુનિએ પૂછ્યું બહેન ! આ સેવ ઉપાશ્રયની ખાજુમાં માજી રહે છે તેમના ઘરની છે તેા કહે કે હા. તે મારી ખા છે. ત્યારે એ સત કહે એ મને ન ખપે. કહેવાના આશય એ છે કે જૈન મુનિ ભૂખ્યા રહે પણ સદોષ આહાર ન લે. નિર્દોષ આહાર મળે તેા લે. સતને મળે કે ન મળે અનેમાં સમભાવ હાય છે. આવા જૈનના સતા કડક હાય છે.
'
પ્રધાન પાસેથી જૈન મુનિ કેવા હેાય તે વાત જાણી રાજાને ખૂબ આનંદ થયા. આવા સતા તે વિરલ હેાય છે. આપણે જલ્દી દર્શન કરવા માટે જઇએ.
“ ગુણુસેન રાજા વિજયસેન આચાર્યના દર્શને ગયા " :
ગુણુસેન રાજા પેાતાના પરિવાર સહિત અશાકવન ઉદ્યાનમાં જ્યાં વિજયસેન આચાર્ય ખિશજે છે ત્યાં જઈને વિનયપૂર્વક વંદન કરીને બેસી ગયા. આચાર્ય મહારાજે બધાને ઉપદેશ આપ્ચા. ઉપદેશ સાંભળી ગુસેન રાજાના અંતરમાં ભાવ જાગ્યા કે જાણે આ સંસાર છોડીને આમના જેવા ત્યાગી મની જાઉં. આચાર્ય આગાર ધર્મ અને અણુગાર ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. એણે વિચાર કર્યો કે હું સંસાર ત્યાગીને સાધુ બની જાઉં એટલી મારી તૈયારી નથી. પણ શ્રાવકના ખાર વ્રત અંગીકાર કરી શકું છું. એટલે તરત ત્યાં ઉભા થઈને ગુણુસેન રાજાએ વિયસેન આચાર્ય પાસે શ્રાવકના માર વ્રત અંગીકાર કર્યા. મધુએ ! ખાર વ્રતમાંથી કોઇ એક વ્રત અંગીકાર કરે ને શુદ્ધ પાળે તા પણ કામ કાઢી જાય છે. અબડ સન્યાસીએ તેના શિષ્ય પરિવાર સહિત પ્રભુ પાસે એક વ્રત અંગીકાર કર્યું કે અમારે અણુદી લેવું નહિ. એ સન્યાસીએએ અપેારના જમીને ધામધખતા તાપમાં વિહાર કર્યાં. તરસ ખૂબ લાગી છે, પાણી પાણી કરે છે. કંઠ સૂકાઈ ગયા છે. આવા સમયે ચાલતાં ચાલતાં એક તળાવ આવે છે. શિષ્યા પૂછે છે