________________
શારદા સરિતા
૧૭૭ એક સામાયિક કરનાર ગરીબને વધુ મહત્વ આપે છે. ઈતિહાસ પણ આ બાબતમાં સાક્ષી પૂરે છે.
એક મોટું શહેર હતું. એ શહેરની મધ્યમાં એક માટે આલીશાન ભવન જે બંગલે હતે. એ બંગલામાં મેટા કેડાધિપતિ શેઠ વસતા હતા. બરાબર એ બંગલાની સામે એક નાનકડી ઝુંપડી હતી તેમાં એક વૃદ્ધ ડોશીમા રહેતા. શેઠના ઘેર ધનના ઢગલા હતા. તેના આંગણે આવેલ ગરીબ ખાલી હાથે જ નહિ. શેઠનો નિયમ હતો કે સવારમાં ઊઠીને તરત એક કલાક સુધી દાન આપવું. સવારના શેઠ ઉઠે ત્યારે એના આંગણામાં ગરીબની મેટી લાઈન લાગી હોય. રેજ લાખ સોનામહોર દાનમાં શેઠ વાપરતા. સામી ઝુંપડીમાં વસતા ડોશીમાને ઉઠવાને પણ એ ટાઈમ હતું. એ ડેશી રોજ સવારમાં ઉઠીને ગામમાં ગુરૂ બિરાજતા હોય તે દર્શન કરવા જાય. પછી ઘેર આવીને સામાયિક લઈને બેસી જાય. શેઠને કાર્યક્રમ દાન દેવાને અને ડોશીમાને નિયમ : સામાયિક કરવાને. બંને એકબીજાને જોતાં હતાં એટલે બંને એકબીજાના સાક્ષીરૂપ હતા.
દેવાનુપ્રિયે! તમે જે સામાયિકનું કેટલું મૂલ્ય છે! બાર વ્રતમાં સામાયિકને નંબર નવમે છે શા માટે? આગળના આઠે તેનું જે પાલન કરી શકે તે સામાયિકમાં સ્થિર રહી શકે છે. તમારે બાથમાં સ્નાન કરવા જવું હોય તે પહેલાં ચામડીના ડોકટરને બતાવી શરીરની ચિકિત્સા કરાવવી પડે છે. ડોકટર સર્ટિફિકેટ આપે તે બાથમાં સ્નાન કરવા જઈ શકાય. બાથમાં સ્નાન કરવા જતાં પહેલાં બહાર નળે નાહીને અંદર જવાય છે તે રીતે સામાયિક એ આત્માને સ્નાન કરવા માટેનું બાથ છે, સામાયિકમાં બેસતા પહેલાં આત્માને શુદ્ધ બનાવવું પડે છે. તે સમતારસનું પાન કરી શકાય છે.
એક વખત મગધ દેશના માલિક શ્રેણીક રાજા હાલી ચાલીને પુનીયા શ્રાવકની ઝુંપડીએ આવ્યા. પુનીયે શ્રાવક પૂછે છે મહારાજા આપને કેમ આવવું પડ્યું? ત્યારે શ્રેણીક રાજા કહે છે કંઈક લેવા. ત્યારે પૂછે છે શું જોઈએ? ત્યારે રાજા કહે છે સામાયિકની ભીખ માંગવા આવે છે. મૂલ્ય આપીને સામાયિક ખરીદવા આવ્યું છું. ત્યારે શ્રાવક કહે છે હે રાજન ! તમને ખબર છે કે મારી સામાયિકનું કેટલું મૂલ્ય છે? આપને જેણે સામાયિક લેવા મોકલ્યા હોય તેમને પૂછી જુઓ કે સામાયિકનું કેટલું મૂલ્ય છે એ શ્રાવકની સામાયિકની ખુમારી અને રાજા તેના ચરણમાં મૂકી પડે. આવું સામાયિકનું મૂલ્ય છે.
ઓ ડેશીમાની સામાયિક સમજણપૂર્વકની હતી. એક દિવસ એવું બન્યું કે શેઠ આખા દિવસમાં દાન ન દઈ શક્યા અને ડેશીમાં સામાયિક ન કરી શક્યા. સાંજ પડી એટલે બંને ભેગા થયા ને ખૂબ અફસેસ કરવા લાગ્યા. શેઠ કહે હું દાન ન દઈ શક્ય