________________
૧૭૮
શારદા સરિતા
અને ડોશી કહે હું સામાયિક ન કરી શકી. બંને ભેગા થઈને રડવા લાગ્યા. ત્યારે શેઠ કહે છે માજી! તમે સામાયિક ન કરી એમાં આટલે અફસેસ શા માટે કરે છે? ત્યારે ડશીમા કહે છે શેઠ! તમે કાલે ડબલ દાન આપી શકશે પણ મારી સામાયિકને જે અમૂલ્ય સમય ગમે તે ફરીને મને નહિ મળે. ત્યારે શેઠ કહે છે એક પથરણું પાથરી તેના ઉપર બેસી સામાયિક કરવાથી શું મોટે ધર્મ થઈ જવાનો છે? જે એક સામાયિક કરવાથી ધર્મ થઈ જતો હતો તે કઈ લાખ સોનૈયાનું દાન કરત નહિએમ ઘણાં એલફેલ શબ્દો બેલી સામાયિક આદિ ધર્મકરણને તુચ્છ કરી નાખી. મારા ઘેર તે કેટલા માણસે આવે તે બિચારા આવીને પાછા ગયા. શેઠ દાન આપે છે પણ અભિમાન ઘણું હતું. હું મોટે દાનવીર એ એના મનમાં ઘમંડ હતું. સામાયિકમાં શું? એમાં તે કે મોટે ધર્મ છે? આવા શબ્દો સાંભળી ડોશીમાને ખૂબ લાગી આવ્યું અને ડોશીમા બોલ્યા શેઠ! લાખ તે શું, તમે રેજ કેડ સોનૈયાનું દાન આપશે તે પણ મારી સામાયિકની તોલે નહિ આવે. શેઠ તે ગમે તેવા શબ્દો બોલીને ચાલ્યા ગયા. ડોશીમા અને શેઠ બંનેને કાર્યક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો.
વખત જતાં બંને વૃદ્ધ થયા. માથે મેતના તે આંટા મારવા લાગ્યા. કોણ પહેલાં જશે તે પ્રશ્ન હતો. એક રાત્રે શેઠના બંગલામાં કરૂણ ચીસ સંભળાવા લાગી. ડોશીમા એકદમ જાગી ઉઠ્યા ને કેઈને પૂછયું તો ખબર પડી કે શહેરમાં અનેક સખાવતે કરનાર, છૂટા હાથે દરરોજ લાખે નૈયાનું દાન કરનાર કરોડપતિ શેઠ મૃત્યુની શયામાં સૂતા છે. તેમની આ કરૂણ ચીસે સંભળાય છે. ડોશીમાને થયું શેઠને અંતિમ સમય છે, લાવ હું તેમને ધર્મ સંભળાવવા જાઉં. એમ વિચારી લાકડીના ટેકે જલ્દી ચાલીને ઉપર ચઢવા લાગ્યા, પણ હજુ પગથીયા પૂરા ન ચઢયા ત્યાં તે શેઠનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. શેઠ ત્યાંથી મરીને હાથી તરીકે તિર્યંચમાં ઉત્પન્ન થયા. શેઠ કેટલું દાન કરતાં હતાં છતાં કયાં ફેંકાઈ ગયા ! દાન ઘણું કરતાં પણ મનમાં અભિમાન હતું, માન-પ્રતિષ્ઠાની લાલસા અને ધર્મકિયા પ્રત્યે તુચ્છતા હતી. આ ત્રણ પાપના શાપે શેઠને તિર્યંચ ગતિમાં ફેંકી દીધા અને એ ગામની બહાર જંગલમાં હાથી બનીને ફરવા લાગ્યા.
દેવાનુપ્રિયે ! થોડું વધારે દાન કરીને અભિમાન કરશે નહિ. અભિમાન કર્યું તે નીચ ગતિમાં પટકાયા સમજી લેજે. શેઠ તે મરીને હાથી બન્યા. છેક વખત પછી ડોશીમાનો નંબર લાગે. ડેશીમાના જીવનદીપમાંથી તેલ ખૂટવા માંડયું. એ પણ મરણશય્યામાં પોઢયા. મરણ સમયે એમના મુખ ઉપર આનંદ હતો. એમને જીવવાનો લોભ કે મરણને ભય ન હતો. દરરોજ બે ઘડી જગતથી જુદા પડી આત્માના સાનિધ્યમાં બેસવાની ટેવ પાડી હતી તેનું આ શુભ પરિણામ હતું. એક દિવસ સાંજના સમયે