________________
૧૭૬
પારદા સરિતા પ્રભુ મહાવીર દેવના કાનમાં ખીલા ભેંકાયા, કારણ કે પૂર્વભવમાં શ્રવણ રસમાં આસક્ત બની વિવેકગુમાવી બેઠા. આમ પ્રમાદને વશ થઈ અવિવેકી દશામાં ભાન ભૂલી પૂર્વના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસાને રસ રેડે હતે. કર્મ કેઈની શરમ રાખતા નથી. જેમ વીજળીઘરમાં કંઈ પણ નુકશાન થયું હોય તે તે સરખું કરનાર પુરૂષ ખૂબ સાવચેત રહે છે. તેમાં જરા પણ પ્રમાદ કરે તે કરંટ લાગતાં ઢળી પડે છે તેમ આપણું જીવન યંત્રવત્ છે. પ્રમાદમાં કે આસક્તિમાં પડ્યા તો સમજી લેજે કે ઢળી પડયા. યંત્ર ચલાવતાં સાવચેત રહેવું પડે છે તેમ આપણી પ્રવૃત્તિમાં નિયમ અને મર્યાદાઓ બતાવી છે. પ્રભુએ કહ્યું છે કે ઘરે ગયે વર્લ્ડ ઉપગપૂર્વક ચાલો, ઉપગપૂર્વક બેસે. આ રીતે ખાવામાં, પીવામાં, બેલવામાં કે ઉઠવામાં મર્યાદામાં મૂકી છે. પ્રમાદમાં પડવાથી કર્મ બંધાય અને કર્મને કષ્ટ વેઠવા પડે છે માટે પ્રમાદ છેડીને આત્મા તરફ વાળો. કાળ કયારે આવશે તેની જીવને ખબર નથી. આવશે એ કાળ ક્યારે કંઇએ કહેવાય ના, દીપક બઝાશે જ્યારે સમજી શકાય ના
જિંદગીને મહેલ માની ર પચ્ચે મહીં,
પાનાને મહેલ છે એ મને ખબર પડી નહીં ખબર નહીં (૨) એ મહેલના નહીં કરવા ભરેસ (૨) આવશે એ કાળ
અત્યારે ધન મેળવી લઉં ને સુખી થાઉં પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ એ સુખની આશામાં ને આશામાં ભમી રહ્યા છે. કાલે ધર્મધ્યાન કરીશ એમ કહેનારાના કાળ આવી ગયા પણ ધર્મકરણ કરવા માટે કાલ આવતી નથી. આજે મહિનાનું ઘર છે. ધર એટલે પકડવું. આજના દિવસને પકડી લે ને યાદ રાખો કે આજથી ત્રીસમા દિવસે સંવત્સરી મહાપર્વ આવે છે. તો મારે શું કરવું? તપસ્વીઓ તપ કરે છે. તપ કરવાની મારામાં તાકાત નથી તે હું બ્રહ્મચર્ય પાળું. એ ન બને તે સામાયિકમાં આવું, આશ્રવમાંથી સંવરમાં આવું. સામાયિકમાં ચૌદ રાજલકના પાપ અટકી જાય છે.
સામાયિક એટલે શું? જેમાં સમતાને લાભ થાય તે સામાયિક. ઓછામાં ઓછા ૪૮ મિનિટ જગત સાથેના તમામ કનેકશને તેડી કરેમિભતેને પાઠ ભણું સ્વના સાનિધ્યમાં આવીને બેસવું તેનું નામ સામાયિક. જૈન સમાજમાં ભાગ્યે જ એવા માણસો હશે કે જેણે સામાયિકનું નામ સાંભળ્યું ન હોય. અગર કદી સામાયિક કરી ન હોય? પણ સામાયિકનું રહસ્ય, સામાયિકનું ઉંડાણ ને એક સામાયિકનું કેટલું ફળ મળે એ તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. રેજ લાખ સેનામહેરનું દાન દેનાર કરોડપતિને એક બાજુ ઊભે રાખે, ને બીજી બાજુ માત્ર દિવસમાં એક સામાયિક કરનાર ગરીબને ઊભે રાખે. પછી જુઓ, બેમાંથી કોને નંબર પ્રથમ આવે છે. જેને શાસન લાખ સોનામહોરોના દાન આપનાર કરતાં સમજણપૂર્વક સમભાવમાં રહી માત્ર