________________
૧૫૪
- શારદા સરિતા
જ્ઞાની સમતાભાવથી વેદે અને અજ્ઞાની રેઈ રેઈને વેદે, આ બંનેમાં તફાવત છે. અજ્ઞાનીને રેગ આવે ત્યારે એચ-એય કરે અને જ્ઞાની હાય-હાય કહે. એ એમ કહે કે જીવ ! તેં એવા અશુભ કર્મ બાંધ્યા છે તે ઉદયમાં આવ્યા છે. તેમાં રડવાનું શું? અને અજ્ઞાની તે કહે કે ક્યાંથી આવ્યા ? કોણે મોકલ્યા ? પુંડરીક મુનિ ખૂબ સમતાભાવમાં રહીને કર્યો ખપાવી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા અને એકાવતારી બની ગયા. જ્યારે કુંડરીક અજીર્ણની સખત પીડા થવાથી શૈદ્રધ્યાન થવાથી મરીને સાતમી નરકે ગયા. એકે અઢી દિવસમાં કામ કાઢી લીધું ને બીજા નરકમાં પટકાયા. અહીં આપણે એટલું સમજવાનું છે કે જ્યારે મનમાં દીનતા આવે છે ત્યારે ગમે તેટલું મળે તે બધું ઓછું લાગે છે. અપૂર્ણ લાગે છે. પુંડરીકની સંયમ પ્રત્યેની લીનતા અને કુંડરીકની દીનતાએ બંને ભાઈઓ વચ્ચે ચૌદ રાજલકનું અંતર પડ઼ાવ્યું. એક સ્વર્ગના સુખ ભોગવવા લાગ્યો અને એક સાતમી નરકે મહાવેદને ભેગવવા લાગે.
બંધુઓ! કુંડરીકના દષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે આપણે ગમે તેટલી ધર્મારાધના કરીએ પણ આપણી વૃત્તિઓને ન જીતી શકીએ તે જીવનમાં કેટલી કંગાલતા આવે છે. એ કંગાલ બનેલું મને ગમે તેટલું મળે તે પણ માંગ્યા કરે છે પણ જીવને ખબર નથી કે અર્થ પાછળ દોડધામ કરવી એટલે આપણા માથાની પાછળ રહેલા પડછાયાને પકડવા જવાને નિષ્ફળ પ્રયત્ન કરશે. ગમે તેટલું કરે પણ પડછાયો કદી પકડાય? જેમ જેમ પડછાયાને પકડવા દેડીએ તેમ તેમ તે દૂર ભાગે છે. એના બદલે જે મોઢું ફેરવી દે તે પડછાયે પાછળ રહે. આ રીતે અર્થકામની લાલસાથી પણ મોઢું ફેરવવાની જરૂર છે. તીર્થકર ભગવંતોએ અર્થકામને છેડયા તે ચાલતી વખતે પગ નીચે દેવેએ સોનાના કમળો અનાવીને મૂક્યા. તમારે આવું બધું જોઈએ છે પણ પુદ્ગલની મમતા છૂટતી નથી. આટલું જાણવા, સમજવા છતાં હજુ ભાન નથી કે રત્નચિંતામણી જેવો આ માનવભવ તે જડ પુદ્ગલેને રાગ છેડી આત્મતત્વની પિછાણ કરવા માટે છે.
જેને આત્મતત્વનું ભાન થયું છે તેવા જમાલિકુમાર પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છે. જેમ જેમ રથ આગળ જતો જાય છે તેમ તેમ તેમની ભાવનાને વેગ પણ વધતો જાય છે. જમાલિકુમાર ક્ષત્રિયકુંડનગરના મધ્ય ભાગમાંથી નીકળે છે, એના રથના ઘૂઘરા વાગે છે, આ સાંભળી છે કે ભગવાનના દર્શન કરવા નથી ગયા એવા લોકો વિચાર કરે છે કે આ કેને રથ છે ને ક્યાં જાય છે? ખબર પડી કે જમાલિકુમાર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યાં તે લોકે પણ તૈયાર થઈ ગયા. જમાલિકુમારને રથ ભગવાનના સસરણની નજીક પહોંચવા આવ્યું છે. દૂરથી પ્રભુનું સમોસરણ જોયું. અહો નાથ ! શું તારે દરબાર છે? તારું મુખડું કેવું ભે છે? આવી ભાવના