________________
૧૫૩
શારારૂ સરિતા આપતા નથી એટલે પુંડરીક રાજા સમજી ગયા કે હવે મામલે બગડે છે. હવે આ તલમાં ચારિત્રરૂપી તેલ નથી એટલે પૂછે છે શું આપને ભોગની ઈચ્છા છે? ત્યારે કુંડરીક મુનિએ માથું ધુણાવી હા પાડી.
પુંડરીક રાજાના મનમાં થયું કે અહો ! આ સંયમ છોડીને સંસારમાં આવશે તો મારો જૈન ધર્મ લજવાશે. મારા દેવ-ગુરૂ ને ધર્મની નિંદા થશે. એ હું સહન નહિ કરી શકું. એટલે કહે છે ભાઈ એમ કરે, મારો વેશ તમે પહેરી લે અને તમારો વેશ મને આપી દો.
બંનેની ઉંચાઈ ને મોઢાનાં ફેઇસ સરખા હતા એટલે પુંડરીક રાજા કુંડરીકને વેશ પહેરીને ભાવથી ચારિત્ર અંગીકાર કરી ગુરૂને પાસે પહોંચવા માટે વિહાર કરી ગયા. ધર્મનું કેટલું ઝનુન ! તમને તમારા દેવ-ગુરૂને ધર્મ પ્રત્યે આવું ઝનુન છે ? સાચો શ્રાવક અને સાચા શિષ્ય પોતાના ધર્મના કે ધર્મગુરૂના કેઈ અવર્ણવાદ બોલે તો સહન ન કરી શકે. જે સાંભળે તે એ સાચે શ્રાવક કે સાચે શિષ્ય નથી. પુંડરીક રાજાએ પોતાના ધર્મ ખાતર દીક્ષા લઈ લીધી. રાજ્યમાં રહેવા છતાં અને રાજ્યના સુખ ભેગવવા છતાં કેવો વૈરાગ્ય ! કે અલિપ્ત ભાવ કે કઈ જાતના સંકેચ વિના ક્ષણવારમાં ચારિત્ર અંગીકાર કરી લીધું
પુંડરીક રાજાએ બે દિવસ સુધી સતત ઉગ્ર વિહાર કર્યા. સૂર્યાસ્ત થાય ત્યારે કાય ને સૂર્યોદય થતાં ચાલવાનું શરૂ કરે. બે દિવસના ઉપવાસ થયા. કેઈ દિવસ રાજા પગે ચાલ્યા ન હતા. ભૂખ-તરસ વેશ્યા ન હતા. છતાં ઉગ્ર વિહાર કરીને ત્રીજે દિવસે ગુરૂની પાસે પહોંચી ગયા. ગુરૂની પાસે ફરીને ચારિત્ર અંગીકાર કર્યું. વિહાર કરતાં ગામડામાં પધારેલા. એવા ગામડામાં તો લૂખેસૂકે આહાર મળે એનાથી પારણું કર્યું એમણે તે રાજ્યને આહાર કરેલો. આ લુખે આહાર ક્યાંથી પચે? એક તો બે દિવસને સખત થાક અને છઠ્ઠના પારણે આ આહાર કર્યો. એટલે રાત્રે એમના પેટમાં ખૂબ પીડા થવા લાગી. આ તરફ કુંડરીકને રાજ્ય મળ્યું. એકદમ સારો સારો ભારે ખોરાક ખાવા માંડે. હજાર વર્ષથી ઉગ્ર તપ કરતા હતા એટલે પિટ તો કાગળની કથળી જેવું બની ગયું હતું. એકદમ વધુ પ્રમાણમાં પેટમાં ભારે આહાર પડવાથી એના પેટમાં અજીર્ણ થયું. ખૂબ પીડા થવા લાગી.
અહીં ધ્યાન રાખજે. પુંડરીક ને કુંડરીક બંનેને પીડા તે થઈ પણ એકમાં જ્ઞાનદષ્ટિ છે ને વિવેક છે. સમતાભાવ છે. જ્યારે બીજામ અજ્ઞાન છે. અવિવેક છે ને વ્યાકુળતા છે. જ્ઞાની અને અજ્ઞાની બનેને રેગ તો આવે પણ બંનેની દ્રષ્ટિમાં ફેર હોય.
ભલે હેય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુખ રહિત ન કેઈ, જ્ઞાની વેદે ઘેર્યથી, અજ્ઞાની વેદે રાઇ.