________________
૧૫૨
શારદા સરિતા
હવે એને પુંડરીકને સુખ ભોગવતો જોઈ રાજ્યના સુખની લાલસા જાગી. અહો! રાજ્યમાં કેવા માલમસાલા ખાવા મળે અને હું તો તપ કરીને સૂકાઈ ગયો. મનમાં આવી દીનતા જાગી. હવે એમને વિહાર કરવાનું મન થતું નથી. ગુરૂએ ખૂબ સમજાવ્યા પણ સારું સારું ખવાની લોલુપતાથી એવા રાંક બની ગયા છે કે ગુરૂ પરિવાર સહિત વિહાર કરી જવા છતાં પિતે ત્યાં રહ્યા.
ગુરૂદેવ વિહાર કરી ગયા છતાં કુંડરીક મુનિ પિતાને ત્યાં રહ્યા છે એમ જાણી પંડરીક રાજા તેની પાસે આવે છે ને મીઠા શબ્દોથી કહે છે ગુરૂદેવ! આપે તો સંયમ લઈને કામ સાધ્યું અને અમે સંસારના કીચડમાં ફસાયા. હવે આપની તબિયત સારી છે એટલે વિહાર કરવાની તૈયારીમાં હશે. હવે વહેલા વહેલા પધારજો અને મને લાભ આપો. આ વખતે આપે મને વૈયાવચ્ચને લાભ આપે. મારા અહોભાગ્ય છે. હું પાવન બની ગયો પણ વારંવાર આ લાભ આપવા ગુરૂદેવને લઈને પધારજો કારણ કે સંતસરિતા વહેતી ભલી. જેમ જેમ સંતે વધુ વિચરે તેમ તેમ એમનું ચારિત્ર વધુ નિર્મળ રહે. અનેક જીવોને લાભ મળે અને પ્રતિબોધ પામે. એક સ્થાનકમાં વધુ રહેવાથી ચારિત્ર મલીન બને છે જેમ સંત વિચરતા ભલા તેમ તમારી તિજોરીના નાણું પણ વપરાતા સારા. લક્ષ્મીને તિજોરીમાં પૂરી રાખો તે અકળાઈ જાય. જેમ નદીનું વહેતું પાણી નિર્મળ રહે છે પણ ખાબોચીયા ભરેલું પાણી ગંદુ થઈ જાય છે. “બંધા ગંદા હૈય” તમને લક્ષ્મી મળી છે તો તેની મૂછ ન રાખશે. છુટા હાથે વાપરજે.
કુંડરીક મુનિને વિહાર કરવાનું મન થતું નથી. પણ મોટાભાઈ એવા પુંડરીક રાજાના મીઠા વચન મુંગી સૂચના કરે છે કે હવે અહીંથી વિહાર કરો. શ્રાવકે સાધુના અમ્માપિયા છે. સાધુ ભાન ભૂલે તે શ્રાવક ખુણામાં બેસાડીને એમને હિત શીખામણ આપતા અને પડવાઈ થયેલા સાધુ ઠેકાણે આવી જતા. એ જમાનામાં એવા શ્રાવકે હતા. પંડરીક રાજાના કહેવાથી અનિચ્છાએ શરમના માર્યા કુંડરીક મુનિ વિહાર કરી ગયા પણ એમનું મન મીઠા અને સ્વાદિષ્ટ ભોજનનું લાલચું બની ગયું હતું. એટલે પાછા નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. માળીએ રાજાને ખબર આપી કે કુંડરીક મુનિ પધાર્યા છે. રાજાના મનમાં થઈ ગયું કે નકકી મારો ભાઈ સંયમથી પડવાઈ થયો છે. રાજા જલદી ઉદ્યાનમાં આવ્યા. રાજાના ભાવ એવા હતા કે ગમે તેમ કરી મારા ભાઈને સમજાવીને સંયમમાં સ્થિર કરૂં. એટલે તેમને પ્રદક્ષિણ દઈ વંદણું કરીને કહે છે મુનિરાજ! સુખશાતામાં છેને? આપ કેવા ભાગ્યવાન છે કે રાજશાહી સુખને છોડી ઉગ્ર તપશ્ચર્યા કરી, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરી દીર્ઘકાળથી સંયમ પાળો છો અને કર્મોને ચકચુર કરી રહ્યા છે. હવે તે આપ ગુરૂમહારાજ પાસે જશેને? પણ કુંડરીક મુનિ કાંઈ જવાબ