________________
શારદા સરિતા
૧૫૫
સાથે રથમાંથી નીચે ઉતરી ગયા. સમાસરણના દરવાજા સુધી રથમાં બેસીને ન ગયા. આજના કઇંક શેઠીયાએ તેા ઉપાશ્રયના દરવાજા સુધી ગાડીમાં બેસીને આવે. ગાડીમાં બેસીને ચાલ્યા જતા હૈ। તે વખતે સંત સામા મળે તે ઉતરીને વન કરતાં શરમ આવે એક જમાના એ હતા કે રાજાની સવારી નીકળે ત્યારે ગાડીમાંથી ઉતરીને માન આપતા હતા ત્યારે આ તે રાજાના પણ રાજા છે. એના વંદન કરવા જતાં કેવા પવિત્ર ભાવ થવા જોઇએ. તીર્થંકર દેવેાના સમેાસરણમાં દેવે આઠ પ્રતિહાર્યોની રચના કરે છે. अशोक वृक्ष सुरपुष्पवृष्टि दिव्य ध्वनिश्वामरमासनं च ।
भामंडलं दुंदुभी रत्नपत्र, अष्ट प्रतिहार्यांणि जिनेश्वराणाम् ॥
ભગવાનથી ખારગણા ઉંચા અશેાક વૃક્ષ કરે, પાંચ વના અચેત પુષ્પાની વૃષ્ટિ કરે, દિવ્ય હૃદુભી વાગે, ભામડલ બનાવે, અને શ્વેત રંગના ચામરા વીઝે. એ ચામર ઉપરથી નીચે જાય છે અને નીચેથી ઉપર જાય છે એ શુ ખતાવે છે? હલકા કાર્ય કરનારા માનવી અધાતિમાં જાય છે અને ઉંચા કાય કરનારા ઉર્ધ્વગતિમાં જાય છે. માટે તમે અધાતિમાં જવાય તેવા પાપ ન કરશે. જમાલિકુમારના દિલમાં હ સમાતા નથી. એનેા વૈરાગ્ય એટલી ઉચ્ચ ફાટીનેા છે કે સાંભળનારાની કર્મની ભેખડા તૂટી જાય. હજુ પ્રભુનુ સમાસરણ દૂરથી જોયું છે. હવે ત્યાં પહેાંચીને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
“ચરિત્ર” – અગ્નિશો પાસે ગુરુનું આગમન”
અગ્નિશર્માને ભયંકર ક્રોધ આવ્યેા છે, પેટ્રાલની ટાંકી ફાટે તેા હજુ આલવનાર મળી જશે અને તેમાંથી બચી શકાશે. પણ જ્યાં કષાયની આગ ફાટી નીકળે છે તેને કાઈ બૂઝાવી શકતુ નથી. ખીજા તાપસેાએ ગુરૂને ખખર આપ્યા કે અગ્નિશર્માનું પારણું થયું નથી અને જાવ જીવ આહાર ત્યાગની પ્રતિજ્ઞા કરી છે. દ્વેષથી શરીર થરથર ધ્રુજે છે. ગુરૂને ખખર પડી એટલે ત અગ્નિશમાં પાસે દોડતા આવ્યા. માણુસના મુખ ઉપરથી ખખર પડી જાય કે આને અત્યારે ક્રોધ આવ્યે છે. ભગવાને કહ્યું છે કે, ક્રેપના વાસેા કપાળમાં, માનના વાસેા ગરદનમાં, માયાનેા વાસે હૈયામાં અને લાભને વાસે સર્વાંગમાં હાય છે. ગુરૂ તે અગ્નિશર્માનું મુખ જોઈ સમજી ગયા કે અહીં તેા ક્રોધની જવાળા ખરાખર ભભૂકી છે. છતાં તેને સમજાવવા માટે પ્રયત્ન કરતા કહે છે કે મારા વ્હાલા તપસ્વી શિષ્ય અગ્નિશમાં! આજે પણ તારું પારણું નથી થયું! ત્યારે તાપસ કહે છે ગુરૂદેવ! રાજાએ તેા પ્રમાદી હેાય છે. દરેક વખતે મને આમત્રણ આપીને રાજા પારણું કરાવતા નથી. એ તેા અવગુણને ભરેલા છે અને પહેલેથી એને મારા પ્રત્યે દ્વેષભાવ છે અને મારી ઠેકડી કરતા આવ્યે છે. એને મારી મજાક ઉડાવ્યા વિના ચેન ન પડે. એ અહી પણ સુખે જંપવા દેતા નથી. એમાં મારા દાષ છે કે મે મહિને