________________
શારદા સરિતા
૧૦૯
એમના શરીરમાં સોળ મહારે ઉત્પન્ન થયા ત્યારે એમને થઈ ગયું કે આ શરીરમાં એક ક્ષણવારમાં આટલું પરિવર્તન થયું તે આ દેહના ભસે કેમ રહેવાય? માટે જેવું દેહમાં પરિવર્તન આવી ગયું તેવું મારે હવે આત્મામાં પરિવર્તન લાવવું છે. એક ક્ષણમાં જે શરીરમાં આટલું બધું થઈ ગયું છે તેવી રીતે આત્મા સવળો પડ હોય તો એક ક્ષણમાં કામ કેમ ન કાઢી જાય? ક્ષણમાં બાજી બગડી જાય છે અને ક્ષણમાં સુધરી પણ જાય છે. ભલે શરીરની બાજી બગડી પણ મારે હવે આત્માની બાજી સુધારી લેવી છે. એક ક્ષણવારમાં કયા વિષમય બની ગઈ તે એક ક્ષણવારમાં આત્મા અમૃતમય કેમ ન બની જાય! આ મારી કાયા તે રેગથી ઘેરાઈ છે જ્યારે કેટલાક તે એક ક્ષણવારમાં મૃત્યુને પામી જાય છે. માટે મારે તો હવે આ વ્યાધિગ્રસ્ત શરીરથી પણ આત્મસાધના કરી લેવી છે. આ રાજ્યવૈભવને હવે મને જરા પણ મોહ નથી. આ રીતે, વૈરાગ્ય પામેલા સનત્કુમાર ચક્રવર્તિ સમસ્ત સંસારના સુખને છોડીને મુકિતના માર્ગે મંગળ પ્રસ્થાન આરંભી દે છે. સંયમ અંગીકાર કરીને ત્યાંથી વિહાર કરી જાય છે ત્યારે તેમનું આખું અતિઉર, મંત્રીવર્ગ વિગેરે સળંગ છ મહિના સુધી તેમની પાછળ ભમે છે. સર્પ કાંચળીને છેડીને જાય પછી જેમ પાછું વાળીને જેતે નથી તેમ છ છ મહિનાથી પોતાની પાછળ ભમતા સ્નેહી વર્ગ તરફ સનકુમાર મહર્ષિએ પાછું વાળીને જોયું પણ નહિ. એટલે અંતે તેમના સગાસબંધી પાછા વળી જાય છે. કે ઉત્કૃષ્ટ ત્યાગ અને કે અનુપમ વિરાગ્ય!
સનકુમાર મહર્ષિએ ૭૦૦ વર્ષ રેગિષ્ઠ સ્થિતિમાં પણ જોરદાર બાહ્ય તપ . આચર્યા. એમાં નવા પાપ આવતાં તો અટકી ગયા એટલું નહિ પણ ઉપરાંત એવી લબ્ધિ પેદા થઈ કે પિતાના ઘૂંકથી રોગ મટાડી શકે. પણ વિશેષતા એ છે કે એમણે એમ રોગ મટાડે નહિ. એમનામાં એ આત્મજ્ઞાન હતું કે આત્માની અંદર અશાતા વેદનીય પાપકર્મ પડ્યા હોય તે એ ઉદય પામી રંગ લાવે એટલે રોગની પીડા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ સૂચવે છે કે અંદરમાં પાપકર્મ પડ્યા છે. પહેલા બાંધેલા પાપના ઉદય વિના પીડા આવે નહિ માટે રેગને બળાત્કારે કાઢવાની જરૂર નથી. અંદરથી પાપચર સાફ થઈ જશે એટલે કે ઈ પીડા રહેવાની નથી. માટે રોગ દ્વારા પાપકચરાને નાશ થવા દે. જેટલી પીડા સહેવાય એટલા પાપચરે દૂર થાય છે. જેમ બાંધેલા કર્મ ઉદયમાં આવીને પીડા આપે છે એમ પીડા ભોગવતા એટલાં કર્મનાશ પામતા જાય છે. કર્મ વિના પીડા આવે નહિ અને પીડા આપ્યા પછી કર્મ ઉભા રહે નહિ. કર્મ ઉદય પામી પામીને ક્ષય પામી જાય એટલે શારીરિક રોગનું મૂળ આત્માને કર્મગ છે. એ મૂળ રોગ સાફ થવાની ચિંતા રાખવી. બાહ્ય રોગ સહન કરતાં એટલા કર્મરોગ નાબૂદ થયે જાય છે. એની સાથે બાહ્ય તપથી બીજા પણ કર્મને નાશ થતો આવે છે. સનતકુમાર મહામુનિનું આ હતું આત્મજ્ઞાન. તેથી કઠીન બાહા તપ સાથે રોગ સહન