SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શારદા સરિતા ઉર્ધ્વગમન કરવા માટે જ્ઞાન-દર્શનની પાંખ ને ચારિત્રને પુરૂષાર્થ જોઈશે. આત્મા તરફને પુરૂષાર્થ ઉપડશે તે કર્મના ગંજ બળીને સાફ થઈ જશે. અનાદિ કાળથી જીવ અનંત દુઃખ ભોગવી રહ્યો છે. આત્માનું સુખ તે મેળવી શક્યા નથી પણ દ્રવ્યસુખમાં પણ સુખી નથી. આજે ગરીબને પૂછો, મધ્યમને પૂછે, કે ધનવાનને પૂછો કઈ અંતરથી એમ નહિ કહે કે હું સુખી છું. જેટલું ધન વધે છે તેટલું દુઃખ વધે છે. આજે દુનિયામાં સૌથી વધારે સુખી ને સમૃદ્ધ દેશ અમેરિકા છે. લેખકે લખે છે કે આખી દુનિયામાં જેટલું સોનું છે તેટલું ભેગું કરે છે તેનાથી અડધું સેનું અમેરિકામાં છે. આટલો સમૃદ્ધ દેશ હોવા છતાં એને સુખ કે શાંતિ નથી. સુખે સૂઈ શકતા નથી. અમેરિકામાં દર વર્ષે ૭૫ કેડ રૂપિયાની ઘેનની ગોળીઓ વપરાય છે. બેલ એ અંતરમાં કેવા સુખી હશે? મુંબઈમાં એવા કંઈક ધનવાનો છે કે એમને ખાધેલું પાચન કરવા માટે ડોકટરની પડીકી લેવી પડે છે. આજની સરકાર તમને કરી ખાય છે. એક જમાને એ હતો કે ધનવાનોની સંપત્તિ જોઈને રાજાઓ ખુશ થતા હતા. શ્રેણીક રાજા હાલી ચાલીને શાલીભદ્રની અદ્ધિ જોવા માટે આવ્યા. જેઈને એની છાતી ગજગજ ફૂલતી હતી કે અહો! મારા નગરમાં આવા ધનવાન વસે છે! આજની સરકારને ધનવાનોની સંપત્તિ લૂંટવા સિવાય વાત નહિ. બોલે તો ખરા, ખરું સુખ કયાં છે? હા, એક જૂની કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આપણું શરીર સારું તે બધું સારું છે. ત્યારે જૈનદર્શન કહે છે- “પહેલું સુખ તે આત્મજ્ઞાન” તમારા માનેલામાં બીજું સુખ તે કેઠીએ જાર, ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચેથું સુખ તે પુત્ર પરિવાર. બસ, આ ચાર સુખ મળી જાય એટલે આનંદ આનંદ માને છે પણ ભગવાન કહે છે કે અબુઝ! એવા સુખમાં શું રાચે છે! આ સુખ તો તને મૂકીને ક્યાંય ચાલ્યા જશે. આત્માના સુખ સિવાયના સુખ એ સુખ નથી પણ સુખાભાસ છે. સનતકુમાર ચક્રવર્તિના જમ્બર વેદનીય કમનો ઉદય થયો. માનવીના શરીરમાં રૂંવાડે રૂંવાડે પોણાબબે રોગો ભરેલા છે. માનવ તનકે રેમમમેં ભરે હુએ હૈ રેગ અપાર, કારણુ પાકર વહી રેગ સબ આતે હૈ બાહિર દુખકાર, ફૂટે ઘટકે જલ સમ હી યહ આયુ ક્ષીણ હેતા દિનરાત, રેગ ભરે ઈસ નશ્વર તનસે કરતા મેહ અરે ક્યાં બ્રાત, દારિક શરીર એ રોગનું ઘર છે. પણ તેમાં મુખ્ય સોળ મહાન રગે છે. સનતકુમાર ચક્રવર્તિના શરીરમાં એકી સાથે સેળ મહારેગો ઉત્પન્ન થયા. જ્યાં એકી સાથે સોળ મહારગે ઉત્પન્ન થયા ત્યાં કાંઈ બાકી રહે? સનતકુમાર મૃત્યુલોકમાં ઉંચામાં ઉંચા સુખને ભેગવનારા હતા છતાં જ્યારે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy