________________
શારદા સરિતા
૭૫
રહેવાનું નથી. સાધકે ક્ષણે ક્ષણે જાગૃત રહેવાની જરૂર છે. મનમાં સહેજ કષાય આવે તે તરત આત્માને સાવધાન બનાવે કે ઈન્દ્રિયનું દમન કર અને કષાયેનું વમન કર તો તારું કલ્યાણ થશે. હવે જમાલિકુમાર સંસારના સુખ ભોગવે છે. તે ગામમાં શું બનાવ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને આજે પંદરમે ઉપવાસ છે. આવતી કાલે એમની તપશ્ચર્યાનો છેલ્લો દિવસ છે. એમની તપશ્ચર્યા જેટલા દિવસ ચાલી તેટલા દિવસના કંઈક સારા પ્રત્યાખ્યાન કરે. કાલે શું કરવું એ નિશ્ચય કરીને આવે તો તપસ્વીનું સાચું બહુમાન કર્યું ગણાય.
વ્યાખ્યાન નં. ૧૩ અષાઢ વદ ૮ ને રવિવાર
તા. ૨૨-૭-૭૩ સુર બંધુઓ, સુશીવ માતાઓ ને બહેનો !
અનંત કરુણાનીધિ શાસ્ત્રકાર ભગવંતોએ જગતના છના કલ્યાણ માટે પવિત્ર સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ગમે તેટલા વર્ષોના વર્ષો ને યુગોના યુગો પવાય પણ કેવળીના વચનામૃતો પટાય નહિ એવા બત્રીસ આગમે છે, તેમાં પાંચમું અંગ ભગવતીસૂત્ર છે. તે અનેક ભાવથી ભરપૂર છે. ભગવાનનું જ્ઞાન અનંત છે. એ જ્ઞાનનો અંત નથી. જેમ સમુદ્રનું પાણી અગાધ છે તેમ આગમનું જ્ઞાન અગાધ છે.
દરિયા કિનારે અનેક પ્રકારના માનવીઓ આવે છે પણ દરેકના મનના અધ્યવસાય જુદા હોય છે. કેઈ દરિયા કિનારે ઠંડી હવા ખાવા આવે છે, કોઈ દરિયામાં ઉછળતા મજા લેવા માટે આવે છે, કઈ ઘડી બેઘડી આરામ કરવા માટે આવે છે, માછીમાર માછલા પકડવા આવે છે, ખારવાઓ દરિયામાં કેટલી ખારાશ છે, કેટલું મીઠું પાકશે એ જોવે છે અને મેતી લેવા આવનાર મરજી બનીને સમુદ્રના મધ્ય ભાગમાં ડૂબકી મારે છે તો મોતી લઈને આવે છે. સમુદ્ર તો એને એ છે પણ જોનારની દ્રષ્ટિમાં ફેર છે. તેમ ભગવંતનું જ્ઞાન અનંત છે. તેમાં આત્મજ્ઞાનના અમૂલ્ય રત્નો સમાયેલા છે પણ કંઇક જેવો અજ્ઞાનને વશ થઈને સંવરની ભૂમિમાં પણ આશ્રવ કરીને જાય છે. તમે આશ્રવની ભૂમિમાંથી છૂટીને સંવર કરવા માટે આવ્યા છે. કહ્યું છે કે :- . .