________________
શારદા સરિતા
હોય છે અને કંઈકના જન્મ પછી ઘરમાં લક્ષ્મી હોય તે પણ ચાલી જાય છે. આ બધા પુણ્ય-પાપના ખેવ છે. પાપાનુબંધી પુણ્યનો ઉદય હશે તે એ લક્ષ્મી પાપ કરવાની પ્રેરણા આપશે ને પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હશે તે દાન-પુણ્ય આદિ સત્કાર્યો કરવાનું મન થશે. જે લક્ષ્મી પાપને બંધ કરાવે ને કેવળ કર્મનું બંધન કરાવે એવી લક્ષ્મીથી ચક્રવતીપણું પણ ના જોઈએ. તેના કરતા દાસાનુદાસ બનીને રહેવું તે સારું તમે એવી ભાવના ભાવજે કે હે પ્રભુ! ભલે મારું સર્વસ્વ ચાલ્યું જાય, નાની ઝૂંપડીમાં રહીશ, રટેલે ખાઈને રહીશ. પણ મારા જીવનમાંથી ધર્મને દેશનિકાલ કરે ને કેવળ પાપનું ભાથું બંધાવે એવી લક્ષ્મી મારે ન જોઈએ. કેમ બરાબર છે ને?
જમાલિકુમારના ઘેર બત્રીસ પ્રકારના નાટક ચાલતા હતા. તમારે તો નાટક સિનેમા જેવા ટોકિઝમાં જવું પડે. વળી એ નાટકના એકટરે કેવા છે તે જાણો છે ને? અહીં તો કઈ બહારના એકટરે આવતા ન હતા. પણ પિતાના પતિનું મન બહાર ન જાય તે માટે તેની પત્નીએ પતિને રાજી રાખવા બત્રીસ પ્રકારના નાટક કરતી હતી. ગીત ગાતી હતી, એના મહેલમાં છએ ઋતુઓ સાનુકૂળ રહેતી હતી. તમને ગરમી લાગે ત્યારે એરકંડિશન જોઈએ, ઠંડીમાં ગરમી લાગે તેવું મશીન મૂકવું પડે. જ્યારે અહીં તો મહેલમાં એવી જાતની ગોઠવણ હતી કે શિયાળામાં શરીરને ગમે તેવી ઉષ્ણતા રહે. ઉનાળામાં ઠંડક રહે. ચોમાસામાં અતિ ગરમી નહિ ને અતિ ઠંડી નહિ એવું વાતાવરણ રહે. એવા એના એકેક મહેલ હતા. મનને ગમે તેવા રૂપ-રસ–ગંધ-વર્ણ-સ્પર્શ બધી સામગ્રી મેજુદ હતી. એના વૈભવમાં કોઈ જાતની કમીના ન હતી. જેમ સાગરમાં નદીઓ સામેથી આવીને ભળે છે તેમ જમાલિને ઘેર બધી સંપત્તિ સામેથી આવતી હતી આટલી સંપત્તિને સ્વામી હોવા છતાં: અલિપ્તભાવે રહેતે હતો. સુખ ભોગવવા છતાં સુખનો રાગ ન હતો. એ કેવી રીતે રહેતે હતે.
जहा पोम्मं जले जायं, नोव लिप्पइ वारीणा । एवं अलितं कामेहि, तं वयं बूम माहणं ॥
ઉત્ત. સૂ. અ. ૨૫, ગાથા ૨૭ જેમ કમળ પાણી ને કાદવમાં ઉત્પન્ન થાય છે પણ તે પાણીથી અલિપ્ત રહે છે તેમ સંપત્તિમાં રહેવા છતાં તેનાથી ન્યારો રહે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે સંપત્તિને છોડી શકાય એવા અલિપ્તભાવથી સંસારમાં રહેશે. જ્યારે આત્માને સમજાય કે જડમાં સુખ નથી, સુખ તારામાં છે. તે અનંત સુખને સ્વામી છે. શા માટે સંસારના કાદવમાં ખેંચી રહ્યો છું ત્યારે ઝટ દઈને નીકળી જવાય.
સંસાર છોડીને સંયમી બની જવાથી કામ પતી જતું નથી. પણ સંયમ લીધા પછી સાધકની જવાબદારી વધે છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સુખે બેસી