________________
૭૬
“અન્યસ્થાને તં પાપં, ધર્મસ્થાને વિનશ્યતિ । धर्मस्थाने कृतं पापं व्रजलेपो भविष्यति ।"
"
શારદા સરિતા
અન્ય સ્થાનમાં કરેલા પાપ ધર્મસ્થાનકમાં નાશ કરાય છે, પણ જો ધર્મસ્થાનકમાં આવીને પાપ કરશે! તેા વ્રજના લેપથી પણ ખૂબ મજબૂત બનશે. માટે અહીં તે એવે પુરૂષાર્થ ઉપાડો કે કર્મની ભેખડ તૂટી જાય. ભગવાન કહે છે ચેતી જા, સમજી જા. આશ્રવ છેડી સંવરના ઘરમાં આવવાને આ સમય છે. જૈન ધર્મ ઉપર શ્રદ્ધા કરી લે. જેનામાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તેના કેવા ગુણ ગવાય છે!
એક વખત ભગવાન મહાવીર સ્વામી ચંપાપુરીમાં પધાર્યા. તે વખતે એક અખંડ નામના સંન્યાસી પ્રભુની પાસે આવીને કહે છે પ્રભુ! ‘હું રાજગૃહી નગરી જવાનેા છું. મારા લાયક કઈ સેવા હાય તે! ફરમાવશે. આજે અમને પણ ઘણાં શ્રાવકા કહે છે સાહેબ! અમારે લાયક કોઈ સેવા હાય તેા વિનાસ કેાચે આ સેવકને કહેજો. તે સત કહે દેવાનુપ્રિય! તમારે ચાર પુત્ર છે તેમાં ત્રીજા નખરને પુત્ર ખૂબ હાંશિયાર છે. અત્યારે શાસનમાં ખૂબ મતમતાંતર ચાલે છે. જેટલા સતા વધુ હશે તેટલા દેશવિદેશમાં વિચરીને લેાકાને સત્ય મા સમજાવશે ને ધર્મમાં સ્થિર કરશે, અને જૈન ધર્મના વધુ ફેલાવા કરશે તે તમે તમારા દીકરાને શાસનની સેવામાં અર્પણ કરે. અમે એને ભણાવીશું, ધર્મનું સ્વરૂપ સમજાવીશું ને એની ઇચ્છા હશે તેા દીક્ષા આપીશુ. એટલે, આ વખતે શું કરે? દીકરા શાસનને ઇ દે ને? (હસાહસ) શ્રોતામાંથી જવાબ-(બીજે દ્વિવસે ઉપાશ્રય આવવાનું બંધ થઈ જાય) જૈન દર્શનમાં વચનની કિ ંમત છે. ખેલ્યા તેવુ પાળવુ જોઇએ. અન્ય દર્શનમાં પણ જુએ. એક વચનને ખાતર રાજાએ રાજ્ય કુરબાન કર્યું. પેાતે તથા પેાતાની રાણી વેચાઇ ગયા ને પારકા ઘરના કામ કર્યા. પેાતે આપેલું વચન પાળવા દેહનુ બલિદાન આપવુ પડે તે આપી દેતા તે ખેલે તેવું પાળતા હતા. ખેલેા તમે શું કરશે!? તમે તેા શ્રાવક છે, જૈન ધર્મ પામેલા છે. પહેલા ગુણસ્થાનકે વતા કઇંક એવા મિથ્યાત્વી જીવેા પડયા છે કે તેમને જૈન ધર્મનું જ્ઞાન નથી. પણ એમને જો સતને ભેટો થઇ જાય તે! એ સમિકત પામી જાય. તમે પાંચમે ગુણસ્થાનકે છે. વિચાર કરો કે મારા અધ્યવસાય કેવા છે! મનુષ્યજન્મ પામીને ભવકટ્ટી કરવાના મનમાં અજ ંપે! થાય છે કે મારા ભવ કેમ ઓછા થાય? જલ્દી જલ્દી મેાક્ષમાં જાઉં. આવા અજપા કદાચ કાઇ વિરલ વ્યકિતઓને થતા હશે. આજે તે મેાટા ભાગે કેમ ધનવાન અનુ, મનગમતા બધા સુખ મેળવુ એને અજપા છે. પણ અનતકાળથી હું ચેારાશી લાખ જીવાયેનીના ચક્રમાં ભમ્યા કરું છું તેને અજંપા થાય છે? આવું ઉત્તમ સ્થાન પામીને હું આત્માને કઇ ગતિમાં લઈ જવાની કાર્યવાહી કરું છું તેને વિચાર કર. તમને એમ લાગે કે હું જે વિષયે!માં પડયા છું તે હળાહળ ઝેર છે. મારા આત્માનુ બગાડનાર છે. ભવવનમાં ભમાવનાર છે.