________________
સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા
ચંદ્રરાજા ગુણાવલી વગેરે સહિત સિદ્ધાચલની યાત્રાએ ગયા છે. ત્યાં પ્રતિમાએ ભરાવે છે અને પ્રતિષ્ઠા કરે છે.
એક વખત વિહાર કરતાં શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા છે. સમવસરણ થાય છે. વધામણી આવે છે. રાજા સકલ પરિવાર સાથે વદન કરવા જાય છે. અને દેશના સાંભળે છે. યથાશક્તિ સૌએ નિયમ લીધા. ચંદ્રરાજા પૂર્વભવના પેાતાના કર્માંની વાત પુછે છે. તીથંકર પરમાત્મા પૂર્વભવના અધિકાર વિસ્તારથી જણાવે છે.
બધાના પૂર્વભવા
વૈદ` દેશમાં તિલકપુરીમાં મહનભ્રમ રાજાને કમલમાલા પટરાણી અને તિલકમંજરી પુત્રી હતી. તે જૈન ધર્મની દ્વેષી હતી. સુબુદ્ધિ પ્રધાનને રૂપમતી પુત્રી હતી. તિલકમંજરી અને રૂપમતી બે બહેનપણીએ હતી. તેમણે પ્રતિજ્ઞા કરી કે આપણે એક જ પતિને વરવું. રૂપમતી સાધુ-સાધ્વીની ભક્તિ કરે તે તિલકમાંજરીને ન ગમે. સાધ્વીએની નિંદા કરે. એક વખત બન્ને સખીએ બેઠી હતી. સાધ્વી વહેારવા આવ્યા, રૂપવતી વહેારાવવા ગઈ. ત્યારે, માતી થાળીમાં હતાં, એક ઝુમખું હતું. સાધ્વી વહેારીને આવ્યાં, ત્યાં કોઇ ન જાણે તેમ, તિલકમ’જરીએ સાધ્વીના કપડાના છેડે તે ખાંધ્યું. સાધ્વીના ગયા પછી ઝુમખું કયાં? તે કહે કે સાધ્વી લઇ ગયા, ખાટુ. ચાલ, નિર્ણય કરીએ. સાધ્વીએ ના કહી એટલે તેમના કપડાં તપાસ્યાં. તેથી બાંધેલુ હતું ત્યાંથી નીકળ્યું. આથી સાધ્વી ગભરાઇ અને ગળે ફાંસા ખાધા. પાડેાશમાં રહેનારી સુરસુંદરીએ તે ફ્રાંસા તેાડી નાંખ્યા. આથી રાજપુત્રીએ નિબિડ કર્મ આંધ્યું.
બન્નેના લગ્ન
સૂરસેન રાજા સાથે બન્ને સખીએ પરણી. સાસરે ગઇ. તિલકમંજરીના પિતાએ એક નવી જાતની ‘કાબર’ પુત્રીને માકલી. તે તેને રમાડે છે. રૂપવતીને આપતી નથી. એટલે તેણે પિતા પાસે તેવુ' પક્ષી મગાવ્યું, પણ તેવું ન મળતાં ‘કાસી' નામનું પક્ષી મેાકલ્યું, તિલકમ જરી કાબરને ખેલાવે તે મેલે. પણ કેસી ખેલતી નથી. તેથી રાષમાં રૂપવતીએ તેની પાંખા છે. સાળ પહેાર દુઃખ ભોગવી પક્ષી મરી ગયું. મરતાં દાસીએ તેને નવકાર સંભળાવ્યેા. રૂપવતીને પશ્ચાતાપ થયા, કાસી મરીને વીરમતી થઈ અને આભાપુરીના રાજાને પરણી. રૂપવતી પશ્ચાતાપથી મરીને વીરસેન રાજાની ચંદ્રાવતી રાણીના ચદ્રકુમાર પણે પુત્ર થયેા. સુરસુંદરીએ સાધ્વીના ફ્રાંસા તેાડેલા એટલે તારી રાણી ગુણાવલી થઇ. તિલકમાંજરી મરીને પ્રેમલાલચ્છી થઇ. કામરને જીવ કપિલાધાત્રી થઈ. સાધ્વી મરણ પામીને કનકધ્વજ થઇ. સૂરસેન મરણ પામીને શિવકુમાર નટ થયા. રૂપવતીની દાસી શિવમાલા થઇ. કાખરના રક્ષક હિંસક મંત્રી થયા.
(૫૩)