________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દન
કરી. નટ કહે અમને તેની પર સ્નેહ છે. અને તમે એમ કેમ કહેા છે ? કુકડાએ પાતાની ભાષામાં શીવમાલાને કહ્યુ.. તેથી કુકડા આપ્યા. પ્રેમલા બેલી તેં મારી પર ઉપકાર કર્યાં. કુકડાએ શીવમાલાને કહ્યું આ રાજપુત્રીને હું પતિ છું. આમાં આ પ્રબલ હેતુ છે. મારી એરમનમાએ મને પંખી કુકડા બનાવ્યા છે. તારું ભલુ થજો. તે મને એરમન માથી છેડાવ્યા. સાંભળીને શીવમાલા ઘણી દીલગીર થઈ. રાજાને પક્ષી આપ્યુ. અને કહ્યું કે તમારી પુત્રી મારી સખી છે. તેને ખુશીમાં રાખવા આપું છું. પક્ષીને સાચવવાની ભૂલ ન કરશે. રાજાએ પાંજરુ લાવીને પ્રેમલાને આપ્યું. પ્રેમલા તેને બહાર કાઢે છે, રમાડે છે અને તેની સાથે ગાંડીઘેલી વાતા પણ કરે છે. નટે રાજાને કહ્યુ` કે ચાર મહીને અમે જઈશું ત્યારે લઇ જઇશું, પ્રેમલા કુકડાને કહે છે_વે મારી પાસે આવ્યા, અંતર શા માટે રાખેા છે !
એ દિવસમાં મળશે
સિદ્ધાચલની તલેટીમાં જ વીમલાપુરી હતી. એક વખત નીમિત્તિએ આવ્યા. ત્યારે નીમિત્તિયાને પ્રેમલા પુછે છે કે મારા પતિ કયારે મળશે ? નીમિત્તિએ પેાતાના જ્ઞાનબળથી કહે છે કે—એક બે દિવસમાં જ મળશે. જો આ મારી વાત ખરી પડે તેા મને શાબાશી આપો, હું જ્યાતિષ ભણવા માટે કર્ણાટક ગયા હતા.
પુડરીક ગિરિની યાત્રા
પિતાની આજ્ઞા લઈને, પ્રેમલા પાંજરાને લઈને પુ ડરીકગિરિ ગઈ. ગિરિરાજને જોઈ ને કુકડા ખુશ થયા. ભગવાનની સ્તુતિ કરી, ચૈત્યવંદન કર્યું, રાયણવૃક્ષ નીચે પ્રભુ પાદુકાને નમસ્કાર કર્યાં. રાયણની પ્રદક્ષિણા કીધી. ત્યાંથી સુર્યકુંડ પર આવ્યા ?
સૂર્યકુંડ બન્નેને ફળ્યા
સૂર્ય કુંડના જળના સ્પર્શ કર્યાં. આવીને તેની પાળ પર બેઠા. કુકડાને પણ હ થયા, હવે તે વિચારે છે કે આમ તિયના જીવમાં સેાળ વર્ષ વીતી ગયાં. કયાં સુધી આવું જીવન જીવવું ? માટે સૂર્યકુંડમાં પડીને મરી જાઉં. આથી તે સૂર્યકુંડમાં પડ્યા. તેને પડ્યા જોઇને દિલગીરીથી, પ્રેમલા પણ કુંડમાં પડી. તેને પકડવા જાય છે. તેા ગળે બાંધેલા દોરા જુના થવાથી તૂટી ગયા. દ્વારા તુટતાં જ તે ચંદ્રરાજા થયા. શાસન દેવે બન્નેને સૂર્યકુંડમાંથી બહાર કાઢ્યા. દેવાએ પુષ્પ વૃષ્ટિ કરી.
(૪૮)