________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
હેમરથ રાજા વીરમતીને જાણી તે લડવા આવ્યો, તે હાર્યો, ભાગવા માં. આભાપુરીના રાજાની આજ્ઞા ધારણ કરજે.
નટનું આવવું
શિવકુમાર નાટકીઓ શિવાળા સાથે નાટક કરવા આવ્યા. ચંદ્રરાજાના ગુણ ગાય છે. ગુણાવલી ગેખમાં પાંજરુ લઈને નાટક જુવે છે. કુકડાએ ચંદ્રરાજાના ગુણથી પાંજરામાંથી પાંખો વડે સેનાનું કાળું નાખ્યું. વીરમતી ન જાણે તેમ લીધું. ગુણાવલી કહે માતા ગુસ્સો ન કરો. ક્રમે કુકડાએ પોતાની ભાષામાં નટડી જોડે વાત કરી. પાંજરુ લઈજા અને મને મૃત્યુથી બચાવ. વીરમતીએ દાન માંગવા કહ્યું ત્યારે તેને કુકડા સહિત પાંજરુ માંગી લીધું. ગુણવલીએ નટને ભલામણ કરી. ગુણવલીએ મંત્રીના કાનમાં સાચે ભેદ કહ્યો. તેના રક્ષણ માટે સુભટોને સાથે મોકલ્યા.
સિંહલદ્વીપમાં સિંહલપુરના સિંહલરાજાની આગળ નાટક કર્યું. રાણી કુકડા પર રાજી થવાથી માખ્યો. ના કહેવાથી લડાઈ થઈ. સિંહલરાજાને હરાવ્યો. પિતનપુર જવા રવાના થયા.
પતનપુર નગરમાં જયસિંહરાજા છે. સુબુદ્ધિ પ્રધાન છે. તેની મંજુષા સ્ત્રી છે. પુત્રી લીલાવતી છે. ધનદ શેઠ છે. શેઠના પુત્ર લીલાધર સાથે લીલાવતીને પરણાવી છે. પુત્ર પરદેશ જવા પિતા પાસે રજા માંગે છે. લીલાવતીએ ના પાડી પણ પિતાએ હા કહેલી હોવાથી મુહૂર્ત જેવડાવ્યું. છ મહીના મુહૂર્ત નથી, માટે કુકડો બોલે ત્યારે પ્રયાણ કરવું. મંત્રીએ ગામમાંથી કુકડા બહાર કઢાવ્યા. કુકડાને સ્વરે સાંભળવા તૈયાર પણ કુકડાને સ્વર આવતું જ નથી. નટો ત્યાં આવ્યા અને રાજા પાસે ઉતારે માંગે. સરોવરના કાંઠે ઉતારો કર્યો. તંબુઓ ઠોક્યા. કુકડાને લઈ નટરાજ રાજા પાસે જાય છે, ત્યારે તેઓએ કહ્યું કે કુકડાને બોલવા દઈશ નહિ.
લીલાધરનું પ્રયાણ
તે મૌન રહ્યો. પણ રાત્રી પૂરી થતાં પિતાના સ્વભાવ પ્રમાણે કુકડો બે. લીલાધરે પ્રયાણ કર્યું. લીલાવતીએ પતિ વિયેગથી મૂછ ખાધી. મને કુકડે લાવી આપે. નટ પાસે માંગે. જવાબ આપ્યો કે અમે બીજાનાં દાંત તોડી નાંખીએ પણ કુકડે ન આપીએ, આગ્રહથી નટ કુકડો લાવ્યું. લીલાવતીને તેની પર સ્નેહ ઉત્પન્ન થયા. કુકડાએ ભૂમી પર અક્ષર લખીને જણાવ્યું. લીલાવતીએ કહ્યું–બહુ દુ:ખ ન કરશે. નટને કુકડો પાછો આપે.
(૪૬)