________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
~
~-
~
સૂર્યકુંડના મહાઓ ઉપર
શ્રી ચંદ્રરાજ કથા
દ્રવ્ય સેવનથી સાજા તાજા, જેમ કુકડો ચંદરાય રે, એ તીરથ તારું
(નવાણું પ્રકારી પૂજા-૧૦મી પૂજા)
આભાપૂરી નામના નગરમાં વિરસેન રાજા હતા. તેને વીરમતી નામે રાણી હતી. ઘોડા વેચનાર સારા ઘોડા લાવ્યા એટલે બધાય ખરીદ્યા. પણ તેમાં એક ઘડો વક્રગતિને હિતે રાજાને શિકારનો શોખ હતો. શિકારે નિક અને હરણની પાછળ તે ઘોડા પર બેસીને નિકલ્યા. લગામ ખેંચવાથી તે દેડૂ. ઝાડ પકડી લેવાની બુદ્ધિએ લગામ ઢીલી કરતાં ઘેડ ઉભે રહ્યો. ઘેડે ઝાડે બાંધી, વાવમાં પાણી પીવા ઉતર્યો. ત્યાં જાળી જોતાં તે તેડીને અંદર ગયે. જોગીએ બંધેલી કન્યા અને ખુલ્લી તલવાર જેઈ, કન્યાએ કહ્યું હે આભાપુરી નરેશ મને બચાવે. તલવાર લઈને જેગીને પડકાર કર્યો. જેગી ભાગી ગયો. રાજાએ પુછયું. તું કેણ છે? તેથી તે બેલી “પદ્મપુરીના પદ્મશેખર રાજાની ચંદ્રાવતી નામની હું પુત્રી છું. જોગી મને ઉપાડી લાવ્યો તમે મને બચાવી.” ઉપર આવ્યા અને લશ્કર પણ આવ્યું. રાજા બધા સહિત (સાથે) પિતાના નગરે ગયા. પધશેખર રાજાએ ચંદ્રાવતીને વીરસેન રાજાને પરણાવી. ચદ્રાવતીને ચંદ્રકુમાર નામે પુત્ર થયો છે. એક વખત રાજા અને વીરમતી ઉદ્યાનમાં ગયાં છે. વીરમતીને ઉદાસ જોઈને પોપટ ઉદાસીપણાનું કારણ પુછે છે. મારે પુત્ર નથી, તેથી ઉદાસ છું. પોપટ બતાવે છે, કે–ઉત્તરમાં ત્રષભદેવ ભગવાનનું મંદિર છે. ત્યાં ચૈત્રી પૂર્ણિમાએ અપ્સરાઓ આવે છે. ગીતગાન કરે છે. તે પછી કુંડમાં ન્હાવા પડે છે ને રમે છે. તેમાં મુખ્ય અપ્સરાના લીલાં વસ્ત્ર જે તારા હાથમાં આવે તે તારું કાર્ય થાય. વીરમતી રૌત્રી પૂર્ણિમાએ આવે છે અને અપ્સરાઓ ન્હાવા જાય છે, ત્યારે છાનીમાની મુખ્ય અપ્સરાના લીલાં વસ્ત્ર લઈને મંદિરમાં સંતાઈને દ્વાર બંધ કરે છે. અસારાઓ હાઈને વસ્ત્ર શોધે છે. વસ્ત્ર મળતાં નથી અને મંદિરના દ્વાર બંધ છે. એટલે નક્કી થયું કે વસ્ત્ર લઈને કેઈ સંતાયું છે. વિનંતી કરે છે. દ્વાર ખોલે છે. પછી પુત્રની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તારા ભાગ્યમાં નથી. પણ હું તને વિદ્યાઓ આપું છું, તેને ગ્રહણ કર. એમ કહીને વિદ્યાઓ આપે છે. વીરમતી રાત્રે જ પિતાના મહેલે આવે છે. અપ્સરાએ એ પણ કહ્યું છે કે તું વિદ્યાઓ સિદ્ધ કરજે. ચંદ્રકુમાર તારે આધીન રહેશે. તે તેમ કરે છે.
(૪૨)