________________
સૂર્યાવર્ત-સૂર્યકુંડનો મહિમા
છે. આ રીતના ગુરુ મહારાજના વચનથી મહીપાલે પ્રતિમા સહિત એક પ્રાસાદ બનાવ્યો, અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. ગુરુ મહારાજે બતાવેલા માર્ગે રૈવતાચલપર આવી, શ્રી નેમિનાથ ભગવાનની પૂજા કરી. સૂર્યમલ્લ રાજાના જાણવામાં આવ્યું કે પુત્ર સ્ત્રીઓ સહિત ગિરનાર ઉપર આવેલા છે. એટલે રાજા આવ્યા. તેથી પુત્ર પિતાને પગે પડ્યા. પિતાએ હાથ પકડીને ઉભા કર્યા. પછી બધે પરિવાર પિતાને નગરે આવ્યો. રત્નકાન્ત અને રત્નપ્રભ વિદ્યાધરને શિરપાવ આપીને, પિતાને સ્થાને પહોંચાડ્યા. મહીપાલ ગુણે શ્રેષ્ઠ છે. એમ કહી પિતાએ તેને રાજગાદીએ બેસાડ્યા. (શ. મા. પૃ. ૧૦૮).
મહીપાલ રાજ્યનું ન્યાયથી પાલન કરે છે. તેના રાજ્યમાં અત્યન્ત સુખ હતું. મહીપાલે રાણીઓ સહિત, વિદ્યાના બળથી, શાશ્વતા આશાશ્વતા ચૈત્યોની પ્રભુ પૂજા કરી. તેને શત્રુંજય ગિરનાર અને બીજા ગામમાં નવાં દેરાસર બંધાવ્યાં. ક્રમે પિતાના પુત્ર શ્રીપાળને રાજગાદીએ બેસાડે. સિંધને મુલક દેવપાળના પુત્ર વનપાળને આપ્યું. પિતાની રાણીઓ સહિત, શત્રુંજય ઉપર આવ્યો. કીતિવિજ્ય મુનિ પાસે વ્રત અંગીકાર કર્યું, આરાધના કરી, તે જ ભવમાં મોક્ષ પામ્યા. (શ. મા. પૃ. ૧૦૯)
ઇન્દ્ર? તે જ રાજવંશમાં, આ રીપુમલ્લ રાજા થશે. તે રેવતાચલ આગળ વાસ કરીને રહેલ છે. તે ત્રણ જન્મ કરીને મેક્ષે જશે, (શ. મા. પૃ. ૧૦૯)
શ, ૬
(૪૧)