________________
શ્રી શત્રુંજયે ગિરિરાજ દર્શન
એમ નર્ક તિર્યંચના અનેક અવતાર પછી, છ જન્મ સુધી મનુષ્ય ભવમાં કોઢ રોગથી મરણ પામે. આ સાતમા જાને તું મહીપાલ થશે. તને જે કોઢ રોગ હતા તે મુનિ હત્યાનું ફળ હતું. માટે હે રાજન મુનિને ગૌતમ સ્વામીની બુદ્ધિએ જેવા. અને ભક્તિ કરવી. કદાચ, સાધુ ક્રોધી હોય તે પણ, તેમની અવજ્ઞા ન કરવી. (શ. માપૃ. ૧૦૪)
સુર્યાવર્ત કુંડનું માહાસ્ય સિદ્ધાચલની તલેટીમાં, પૂર્વ દિશામાં મોટું સૂર્યવન આવેલું છે. ત્યાં સૂર્ય, ભગવાનની પૂજા કરવા, સાઈઠ હજાર વર્ષ રહ્યો. તે ઉદ્યાનમાં સૂર્યાવર્ત નામે કુંડ છે. તેનું જળ, આદિપ્રભુની દષ્ટિથી પવિત્ર છે. હિંસાદિ દેષ નિવારનાર, દરેક પ્રકારના કોઢ મટાડનાર છે. તે જળ પ્રભુના સ્નાત્રમાં વપરાય છે. ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરવા, મણિચૂડ વિદ્યાધર પત્ની સાથે આવેલ. તે યાત્રા કરી તે જળ લઈને જતાં, તેની પત્નીએ વિમાનમાંથી તને જે. એટલે તારી ઉપર કરુણ લાવીને તે જળ છાંટ્યું. તે જળના સ્પર્શથી તારા શરીરમાં રહેવાને અશક્ત તે રોગો બહાર નિકળીને બોલ્યા કે હવે અમે તારા શરીરમાં રહેવાને શક્તિમાન નથી. હે રાજકુમાર ! હિંસા એ નર્કનું દ્વાર છે. તેમાં સાધુની હિંસા તે સંસારચક્રમાં ભમાવનાર છે. વેષધારી મુનિઓ પણ વંદનીય છે, વેષ નમનીય છે. (શ. મા. પૃ. ૧૦૫)
પછી મહીપાલ કહેવા લાગ્યો કે-જંગમ તીર્થ રૂપ આપ મલ્યા. અને પરમ પાવન સિદ્ધાચલ તીર્થના ઉપદેશથી, મારી આંખો ઉઘાડી. ગુરુ ઉપદેશ વગર વિદ્વાન પણ ધર્મના રહસ્યને પામી શક્તિ નથી. (શ. મા. પૃ. ૧૦૬ )
ગિરિરાજની યાત્રા કરવા ગુરુ મહારાજને સાથે પધારવા વિનંતી કરતાં, ગુરુ મહારાજ સહિત તેઓ સપરિવાર આગળ ચાલ્યા. સૂર્યાવર્ત ઉદ્યાનમાં આવ્યા. ગુરુએ બતાવેલી વિધિ પ્રમાણે સૂર્યકુંડમાં સ્નાન કરી પ્રભુ પૂજા કરો. પછી શત્રુંજય ઉપર આવ્યા. તેની છેલ્લી ટુંક પર આવી તીર્થ તથા શ્રી આદીશ્વર પ્રભુના દર્શન કર્યા, તેથી નિર્મળપણું તેમનામાં આવ્યું. શ્રી આદીશ્વર પ્રભુની પાદુકાને નમન કર્યું. પ્રાસાદ જોતાં આનંદિત થયા. ત્યારપછી શત્રુ જ્યા નદીમાં સ્નાન કરી, બાહ્ય અત્યંતર શુદ્ધ થયા. વિદ્યાના ઐશ્વર્યથી નંદનવનના આણેલા (લાવેલા) પુષ્પો વડે, પ્રભુ પૂજા કરી. સિદ્ધાચલ ઉપર સર્વ પ્રકારે ધર્મકૃત્ય કર્યું. (શ. મા. પૃ. ૧૦૭)
એક વખત ગુરુ મહારાજે કહ્યું કે પ્રભુ પૂજાથી અધિક ફળ દેરાસર બંધાવાથી મળે છે. તેથી અધિક ફળ, પ્રતિમા ભરાવવાથી મળે છે. પ્રાસાદનું રક્ષણ કરવામાં તેનાથી પણ અધિક ફળ
(૪૦)