________________
સુર્યાવર્ત–સૂર્યકુંડનો મહિમા
સાત જન્મ સુધી રહેવા શક્તિમાન નથી. વ્યાધિઓ કલાહલ કરતી અન્ય સ્થળે ચાલી ગઈ. પ્રાતઃકાલે દેવપાલે મહત્સવ કર્યો. પ્રથમ મિત્ર રત્નકાન્તને સુખ કરવા તેને તેડાવ્યા. તે વિમાન સહિત ત્યાં આવ્યો ને મહીપાલને ભેટ્યો. ત્યાં બેઉ ભાઈઓને ભેગા કર્યા. (શ. મા. પૃ. ૯૮)
મધ્યાહ્ન સમયે માપવાસી બે મુનિઓ પારણુ માટે પધાર્યા. ભક્તિ ભાવથી મહીપાલે ઉઠીને મુનિને વંદન કર્યું. ત્યારપછી અચિત જળ વગેરેથી મુનિને પ્રતિલાલ્યા. પછી વ્યાધિનું કારણ પૂછતાં મુનિઓએ જણાવ્યું કે વિશેષ જ્ઞાની અમારા ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધારેલ છે. જે પુછવું હોય તે નિઃશંકપણે તેમને પૂછી શકે છે. મુનિઓ ગુરુ મહારાજ પાસે આવ્યા અને બનેલી સઘળી બીના કહી. એટલામાં દેવપાલ, મહીપાલ, રત્નપ્રભ અને રત્નકાન્ત, મનુષ્યથી પરિવરેલા, ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા. ગુરુ મહારાજને ત્રણ પ્રદક્ષિણ દઈ, ઉત્તરાસણ કરી, દેશના સાંભળવા બેઠા. ગુરુ મહારાજે દેશના આપી. પછી પુછ્યું કે પ્રભુ મહીપાલના દેહમાંથી નિકળેલી વ્યાધિઓ બેલી કે સાત જન્મ સુધી તમારા દેહમાં રહેવાની તાકાત હવે અમારી નથી. તે કેમ બોલી ? (શ. મા. પૃ. ૯)
મહીપાલને પૂર્વભવ મુનિ મહારાજ ધ્યાન લગાવી તેના પૂર્વભવને જાણી કહેવા લાગ્યા કે-ભરતખંડના શ્રીપુરનગરમાં શ્રીનિવાસ નામે રાજા હતા. પ્રજાનું પાલન કરતે અને શત્રુનું દમન કરતે. યાચકને ઈચ્છીત દાન આપતે. શિયળ ગુણવાળો હતો પણ શિકારના દુર્વ્યસનવાળે હતે. ઘોડા ઉપર બેસીને મૃગયા માટે વનમાં જતા. મૃગના ટોળા પર બાણ વૃષ્ટિ કરતે, એક વખત સેનાથી છુટો પડી ગયો. ઝાડીમાં મૃગ હશે એમ વિચારી બાણ છોડ્યું, એટલે “અરિહંત ભગવાનને નમસ્કાર થાવ એ અવાજ આવ્યો. તેથી ત્યાં દષ્ટિ ફેરવતાં કાર્યોત્સર્ગમાં રહેલા મુનિને ભેંય પર પડી જતાં જોયા. રાજાને પશ્ચાત્તાપ થશે. બેલ્યો કે હે સ્વામિ ! અઘેર પાપી એવા મેં આ શું કર્યું? મને ધિક્કાર છે. આ વ્યસનથી મને ઋષિ હત્યાનું પાપ લાગ્યું. હવે શું કરું? એમ વિચારી ઘોડા પરથી ઉતરી ધનુષ્યબાણ ભાંગી નાંખ્યાં. મુનિને પગે લાગ્યો. પછી મોટે સ્વરે રડવા લાગ્યો. મેં મારા કુળને કલંકિત કર્યું, હવે મને તમારી ચરણરજ જ શાંતિ આપનાર છે. મુનિ કાળધર્મ પામ્યા. (શ. મા. પૃ. ૧૦૨).
એટલામાં રાજા મુચ્છિત થયો. ભાનમાં આવતાં તે પાપથી છુટવા માટે તેણે જંગલમાં ચાર દ્વારા શાંતિનાથ ભગવાનને પ્રાસાદ કરાવ્યો. પણ તે પાપથી મુક્ત ન થયો. મેટી વ્યાધિ તેને ઉત્પન્ન થઈ. પછી મરીને સાતમી નકે ગયો. ત્યાંથી તિર્યચપણામાં આવ્યો.
(૩૯)