________________
પ્રકરણ ૩જી
સૂર્યાવત –સૂર્ય કુંડના હિમા
મહીપાળ રાજાનું દૃષ્ટાન્ત
સૌરાષ્ટ્ર દેશમાં ગિરનારની તલેટીમાં ગિરિદુર્ગ નામે નગર છે. ત્યાં સમુદ્રવિજય રાજાના વંશમાં ઉત્પન્ન થયેલ, સૂર્ય મલ્લ નામનો પુણ્યવાન, ભાગ્યવાન, પ્રતાપી રાજા હતા. તેને શશિલેખા નામે રાણી હતી. રાજા રાણી ગિરનારની યાત્રાએ ગયાં. ત્યાં મેારલીને–ઢેલને બચ્ચાં રમાડતી જોઈ ને રાણીને સંતાનની ઈચ્છા થઈ. રાજાએ પ્રભુ પૂજા વગેરે કરવાનું જણાવતાં રાણી તે સઘળું કરવા લાગી. કાળે કરીને જગદબિકાની કૃપાથી રાણીને એ કુવા-દેવપાળ અને મહીપાળ નામે થયા. રાજાએ તેમને યોગ્ય ઉંમરે, રાજકુવરીએ સાથે પરણાવ્યા.
બન્ને કુંવરમાં દેવપાલ કરતાં મહીપાલ હાંશીઆર હતા. એક વખત રાત્રીમાં જાગતાં મહીપાલ પેાતાને હિંસક પ્રાણીવાળા જંગલમાં જુવે છે, આ શુ? એવા આશ્ચયથી જંગલમાં ક્રે છે. ત્યાં એક પ્રાસાદ જોતાં તેમાં ચઢે છે. ત્યાં એક યોગીને પદ્માસને ધ્યાન લગાવીને બેઠેલા જુવે છે. નમસ્કાર કરીને ત્યાં બેસે છે. એટલે યોગી ધ્યાન પારી કહે છે કે હે ખાલ! ગુરુ ઋણ ચુકવવાની ઇચ્છાથી મારા વડે તું અહિં લાવયો છે. એમ કહી ભાજન કરાવ્યું. પછી ગુરુ પાસેથી મળેલી ખડ્ગસિદ્ધ મહાવિદ્યા આપી. પછી યોગીએ પેાતાના પ્રાણ છેડયા. ત્યારે તે યોગી કે પ્રાસાદ કાંઈ ન જોતાં, જંગલમાં રહેલા પેાતાને દેખે છે. (શ. મા. પૃ. ૫૫)
જંગલમાં ભમે છે, અને વિચારે છે કે યોગમાગ ના આશ્રય કરનારને સર્વ સિદ્ધિ મલે છે. ત્યાં ભમતાં ભમતાં બગલાના રહેઠાણવાળા એક કુંડ જોયો, તેથી તેમાં સ્નાન
(૩૦)