________________
સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા
કરવાના વિચાર કરે છે. ત્યાં આકાશવાણી થઇ કે નહીં નહીં'' આથી વાણીના આધારે તે ખેલનારને શેાધે છે. પણ કોઈ દેખાતુ નધી. એટલામાં એક વાનર આવે છે. તે કહે છે કે આજે ઢગલા દેખાય છે, તે રાક્ષસે મારેલા પ્રાણીઓના હાડકાના છે, માટે નિષેધ કરું છું. ત્યારે મહીપાલે કહ્યું કે તું તેા પશુ જ છે, વાનરે કહ્યું કે “બળ હેાય તેા જા”, ત્યાં ક્રોધવાળા અને કાળા વાળવાળા રાક્ષસ રહે છે.” એમ કહીને વાનર અદૃશ્ય થઈ ગયો. (શ.મા. પૃ. ૫૬)
વિદ્યાથી અલંકૃત ખડ્ગ લઈને તે કુંડમાં પેઠો. ત્યાં રાક્ષસ પ્રગટ થઇને સામે આવ્યો. અન્નેનું યુદ્ધ ચાલ્યુ તેને ખડ્ગવિદ્યાથી રાક્ષસને જીત્યો, હારેલા રાક્ષસે મહીપાલની સેવા કરવાનું કબૂલ કર્યું અને કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે મને યાદ કરજે. એમ કહીને વેષ બદલવાની અને ઘા રુઝાવવાની એમ બે ઔષધિઓ આપી. મહીપાલે તેને અહિંસાધર્મ અંગીકાર કરાવ્યો, મહાખલ શ્રીનિવાસ વનમાં ગયો, ત્યાં મંદિરમાં શ્રીનેમિનાથ ભગવાનના દર્શન કર્યાં, ત્યાં એક યાગીની તેની દૃષ્ટિએ પડી, તેણે યોગીનીને પ્રણામ કર્યાં, તેણે આશીર્વાદ આપ્યો, તે ખેલ્યો તમે મારાં કુલદેવી લાગેા છે? તે ખેલીહું માનુષી કે દેવી નથી, પણ યોગીની છુ, મારું આતિથ્ય સ્વીકારા, બન્ને બહાર આવ્યા, તેણીએ પાત્ર લઈને વૃક્ષ પાસે ફળોની યાચના કરી, એટલે કલ્પવૃક્ષની માફક તેમાંથી ફળે તેના પાત્રમાં પડયાં, મહાબળે તેમાંથી કેટલાંક કળા ખાધાં, યોગીનીએ પુછ્યું કે વત્સ ! કયાંથી આવ્યો ? અને કયાં જવાના છે ? સધાતથી વિખુટા પડતાં આવ્યો છે, હવે પ્રભુને ને આપને નમસ્કાર કરી મારા નગરે જઈશ. ( શ. મા. પૃ. ૫૮)
યોગીની એલી આગળ ઉપર જે વન દેખાય છે, તેમાં મેાટા મહાકાલ નામને યક્ષ છે, તેણે ઘણા પ્રાણીઓને મારી નાખ્યો છે, માટે ત્યાં જતે નહીં,
અકસ્માત્ ત્યાં આકાશમાંથી બે મુનિએ ઉતર્યાં. બન્ને જણે મુનિને નમસ્કાર કર્યાં. મુનિએ ધર્માં લાભ કહ્યો. મુનિરાજે ઉપદેશ દેતાં જણાવ્યું કે, દાન, ભણુવુ, શીલ, દયા આ બધુ જિનેશ્વરની સેવાથી પ્રાપ્ત થાય છે. માટે આળસને ત્યાગ કરી ત્રણ ટક પ્રભુની પૂજા કરવી. (શ. મ. પૃ. ૬૦)
દેશના સાંભળી આનંદિત થયેલા તેણે અને મહાકાળે પૂછ્યું. એટલે મુનિરાજે તેની વાત આ રીતે જણાવી.—પૂર્વકાળમાં અહીં જિનશાસન ઉપર દ્વેષ રાખનારા એક તાપસ સ્ત્રી સહિત રહેતા હતા. તેને શકુંતલા નામની પુત્રી હતી. આ વનમાં ભીમ નામના રાજા ઘેાડે બેસીને આવ્યા, તેણે તે પુત્રીને એકલી દેખીને મેહ પામીને પુછ્યુ –કે તું પરણેલી છે કે
(૩૧)