________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
આથી શુકરાજાનુ રૂપ કરીને તે ત્યાં ગયો, શુકરાજા તરીકે રહ્યો, શુકરાજા યાત્રા કરીને આવ્યા, ત્યારે ‘આ બનાવટી વિદ્યાધર છે” એમ કહીને ચદ્રશેખરે તેને કઢાવી મુકયો. શુકરાજાએ છ મહિના ગિરિરાજની આરાધના કરી. છેલ્લે પ્રકાશ થયો. એટલે તેને થયુ' કે હવે વાંધા નહિ. ત્યારે ચંદ્રશેખરની ગેાત્રદેવીએ તેને કહ્યું કે હવે ભાગીજા. એટલે ચંદ્રશેખર ચારની માફ્ક ભાગી ગયો.
ચદ્રશેખરને પશ્ચાતાપ
હવે ચ`દ્રશેખરને પશ્ચાતાપ થવા લાગ્યો. હે પ્રભુ ! મારા પાપ કર્મના ક્ષય કેમ થશે ? એટલામાં મહેાદય નામના મુનિ મહારાજ મલ્યા. તેથી મુનિ મહારાજને કહ્યું કે મારા પાપકના ક્ષયના રસ્તા બતાવેા. મુનિરાજે કહ્યું ગિરિરાજ પર જઈને પાપને ક્ષય કરવા માટે તપ કરે, તેથી તે ગિરિરાજ પર આવીને તપમાં તલ્લીન થયો. ગિરિરાજના પ્રભાવે ને તપના પ્રભાવે, તે સ કર્મીને ક્ષય કરીને, ગિરિરાજ પર મેક્ષે ગયો. (શ્રાદ્ધ વિધિ પ્રકરણ)
(૨૯)