________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
શ્રી ગિરિરાજના મહિમા ઉપર
ચંદ્રશેખરની કથા “ચંદ્રશેખર નીજ ભગીની ભેગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે
( નવાણું પ્રકારી પૂજા, ૨-પૂજા )
ચંદ્રપુરી નગરીમાં સેમચંદ રાજાને ચંદ્રશેખર પુત્ર અને ચંદ્રાવતી પુત્રી હતી. ચંદ્રાવતીને મૃગધ્વજ રાજા સાથે પરણાવી હતી. ચંદ્રશેખરને યશેમતી રાજકન્યા પરણાવી હતી. પણ ચંદ્રશેખર કપટી હતો. ચંદ્રાવતી પણ પોતાના ભાઈ ચંદ્રશેખર પર પ્યાર કરનારી હતી.
એક દિવસ મૃગધ્વજ રાજા શુકની પાછળ ગયે ત્યારે ચંદ્રાવતીના સંદેશાથી ચઢાઈ લઈને ચંદ્રશેખર આવ્યા. નગરને ઘેરે ઘા, કમલાલાને પરણીને શુકે બતાવેલા માર્ગે રાજા પિતાના નગરની બહાર આવ્યો. ત્યારે ઉદાસ થયેલા એવા પોપટના મુખેથી સાંભળ્યું કે ચંદ્રશેખરે ઘેરો ઘાલ્યો છે. રાજા નિરાશ થયો. એટલામાં લશ્કર આવ્યું ને રાજા આનંદમાં આવ્યો. કપટી ચંદ્રશેખરે ભેટ મેકલીને કહેવડાવ્યું કે–તમે ન હતા તેથી તમારા રાજ્યનું રક્ષણ કરવા આવ્યો હતો, એમ કહેવડાવીને ચંદ્રશેખર ગયો, એક વખત ચંદ્રશેખરે કામદેવ યક્ષની આરાધના કરી, યક્ષે પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે તેને કહ્યું મને ચંદ્રાવતી આપ. આથી યક્ષે અદશ્ય અંજન આપ્યું, આથી તે ચંદ્રાવતી પાસે આવે અને ભેગ ભેગવે પણ તેને કઈ દેખી શકે નહિ. ચંદ્રાવતી ગૂઢગર્ભા થઈ અને તેને ચંદ્રાંક પુત્ર થયો.
તે પુત્ર ચંદ્રશેખરે પિતાની રાણી યમતીને આપ્યો. ચંદ્રક મોટો થયો, ત્યારે એક વખત યમતીએ તેની પાસે કામ ભેગની માંગ કરી, ત્યારે ચંદ્રક બેલ્યો કે માતા તું શું બોલે છે? ત્યારે યમતીએ કહ્યું કે તારી માતા તે મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રાવતી છે. આમ સાંભળીને તે મૃગધ્વજ રાજા પાસે ગયે. ત્યારે યશોમતીએ સાધ્વી થવાને નિર્ણય કર્યો. પણ સાધ્વી ન મળતાં યોગીની થઈ.
મૃગધ્વજ રાજાના દીક્ષા લીધા પછી શુકરાજા ગિરિરાજની યાત્રા કરવા ગયો. ત્યારે ચંદ્રશેખરે રાજ્યની અધિષ્ઠાત્રી ગોત્રદેવીની ખૂબ આરાધના કરી. તે પ્રગટ થતાં વર માંગવાનું કહ્યું. તેથી ચંદ્રશેખરે શુકરાજાનું રાજ્ય માંગ્યું. દેવી તે ન અપાય એમ કહ્યું, ત્યારે તેણે કહ્યું કે બલથી કે છલથી મારું કાર્ય થાય તેમ કરે. દેવીએ તથાસ્તુ કહ્યું
(૨૮)