________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
શુકરાજને બતાવેલી આરાધના
રાજર્ષિ ચંદ્રશેખરના આખા અધિકારને જાણે છે પણ તે વાત કાઢતા નથી. શુકરાજ પિતાની પાસે કરગરીને પુછે છે કે મને રાજ્ય કઈ રીતે મલે ? ત્યારે કેવલી મૃગધ્વજ ખેલ્યા કે–દુઃસાધ્ય કાર્ય પણ ધ કૃત્યથી સુસાધ્ય થાય છે. માટેતી શિરામણી શ્રીસિધ્ધાચલ અહિંથી નજીક છે. ત્યાં જઈને શ્રીઆદીશ્વર ભગવાનની ભક્તિ કરી, સિદ્ધાચલની ગુફામાં પરમેષ્ઠી મંત્રનો જાપ કરતા રહે, તે તને સર્વાં ઈચ્છીત દેનાર થશે. જે સમયે ગુફામાં પ્રકાશ થાય ત્યારે જાણજે કે તારી કાર્ય સિદ્ધિ થઈ ગઈ.
શુકરાજે કરેલી ગિરિરાજની આરાધના
કેવલી ભગવાનના વચનથી આનાંતિ થઇ તે વિમાનમાં બેસીને વિમલાચલ પર આવ્યે અને કેવલી ભગવંતે કહ્યા પ્રસાણે ધ્યાન ધરવા લાગ્યા. છ મહિને ગિરિરાજની, આરાધનાથી તેજપુંજ દેખાયા. ત્યારે ચંદ્રશેખરને દેવીએ કહ્યું કે હવે તારું સ્વરુપ ચાલ્યું ગયું છે, માટે જલ્દી અહિંથી ભાગીજા. આથી ચંદ્રશેખર ચારની માફ્ક ભાગી ગયા. હવે શુકરાજ પેાતાના નગરમાં આવ્યેા. બધાએ આદર સત્કાર કર્યાં. ચંદ્રશેખરના ભાગી જવાથી પૂર્વના વૃત્તાંત કઈ જાણી શકયું નહિ.
એક સમયે શુકરાજ વિદ્યાધરે વગેરે બધા પરિવાર સાથે ઠાઠમાઠથી સિદ્ધાચલતીની યાત્રાએ ચાલ્યા. ત્યાં જઈને પ્રભુ પૂજા સ્તુતિ વગેરે મહેાત્સવ કર્યાં.
શત્રુંજય નામ
આ તીર્થાંમાં મંત્ર સાધનાથી શત્રુ પર જય થાય છે. આથી બુધ્ધિમાન પુરુષા આને શત્રુંજય એવા નામથી ખેલે છે. શુકરાજાથી શત્રુંજય નામ પડ્યું, ને તે જગતમાં પ્રસિદ્ધ થયું.
શુકરાજ, શત્રુ રહિત રાજ્ય કરવા લાગ્યા, બીજાઓને દૃષ્ટાંત લેવા યેાગ્ય થયા. શાસનની પ્રભાવના કરી. તેને પદ્માવતી વગેરે ઘણી રાણીઓ હતી. પદ્માવતીથી પદ્માકર નામના પુત્ર થયા. વાયુવેગા રાણીથી વાયુસાર નામના પુત્ર થયા. શુકરાજાએ પદ્મકુમારને રાજ્ય આપ્યુ અને વાયુસારને યુવરાજ બનાવ્યો. પછી પત્નીઓની સાથે શુકરાજાએ દીક્ષા લીધી. શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. શુકલ ધ્યાનમાં ચઢવાથી કેવલજ્ઞાન પામ્યા. પૃથ્વી પર વિચરી અંતે બન્ને સ્ત્રીએ અને શુકરાજ મેક્ષે ગયા. (શ્રાદ્ધવિધિ પ્રકરણ)
(૨૭)