________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
રાજ્ય મને આપ. દેવીએ કહ્યું કે દૃઢ સમ્યક્ત્વી તેની આગળ મારું કાંઇ ન ચાલે. તેણે કહ્યુ “તું વરદાન ન દે” તેા પછી મારું કામ કેમ ન થાય ? ત્યારે દેવીએ કહ્યું કે શુકરાજ જ્યારે બહારગામ જાય ત્યારે તેના રાજ્યમાં તુ જજે. તે વખતે તુ શુકરાજા જ દેખાશે. દેવી અદૃશ્ય થઇ ગઇ. ચંદ્રશેખર ખુશી થયા. ચંદ્રાવતીને આ બધી વાત કહી.
રાજ્ય પર ચન્દ્રશેખર
એક વખત તીથ યાત્રા કરવા, શુકરાજ બન્ને રાણીએ સાથે દેવતાની પેઠે વિમાનમાં બેસીને, યાત્રા કરવા નિકળ્યેા. ચંદ્રાવતીએ ચંદ્રશેખરને સમાચાર આપ્યા. તે આવ્યા. તેનું સ્વરૂપ શુકરાજ જેવુ થયુ. લેાક શુકરાજ જ સમજવા લાગ્યા. તેને નાટક રચ્યું. રાત્રીએ બૂમ પાડી કે કોઇ વિદ્યાધર મારી બે સ્ત્રીઓને હરીને જાય છે. ચન્દ્રશેખર કપટથી દુ:ખવાળી મુદ્રા કરીને રહ્યો. ચન્દ્રાવતી પર પ્રીતિ રાખીને રાજ્ય કરવા લાગ્યા.
શુકરાજ વિમલાચલની યાત્રા કરીને શ્વસુરાલયમાં ગયા. થોડો વખત ત્યાં રહ્યો. પછી પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યા. ઝરુખામાં બેઠેલા ચન્દ્રશેખરે શુકરાજને આવતા જોયા એટલે હાહાકાર મચાવ્યા. મારી એ સ્ત્રીઓનું હરણ કરનાર વિદ્યાધર આવે છે. માટે એને મારીને પાછે હઠાવે.. મત્રીઓ વગેરે ત્યાં ગયા. શુકરાજ વિમાનમાંથી ઉતર્યાં. મંત્રીએ પ્રણામ કરીને કહ્યું કે હું વિદ્યાધર હમારા સ્વામીની બે સ્ત્રીઓને લઇને આપ ગયા છે તે પણ આવ્યા તે આપ આપના સ્થાન પર પધારો.
ત્યારે શુકરાજ મંત્રીને કહેવા લાગ્યા કે હુ શુકરાજ છું. તમે આ શુ ખેલે છે ? ત્યારે મંત્રીએ કહ્યું કે હમારા સ્વામી શુકરાજ તેા મહેલમાં બીરાજમાન છે. માટે આપ જલ્દીથી અહિંથી જતા રહેા. થુકરાજને થયું કે કોઇ મારું રુપ કરીને રાજ્યમાં આવ્યેા છે.
મૃગધ્વજ કેવલી પાસે શુકરાજ
આમ થવાથી શુકરાજ વિમાનમાં બેસીને પાછા ગયા. મામાં જતાં સૌરાષ્ટ્રમાં પત પર વિમાન રાકાણુ’, તેથી વિમાનમાંથી ઉતરી રાકવાનું કારણ શેાધવા લાગ્યા. એટલામાં પેાતાના પિતા રાજર્ષિ મધ્વજને જોયા. તે સુવર્ણના કમલપર શાભતા હતા. દેવતાઓ હાજર હતા. ભક્તિથી વંદન કરીને શુકરાજ સતાષ પામ્યા. અને આંસુવાળી આંખાવાળા તેણે રાજ્ય હરણ વગેરે પોતાના વૃત્તાંત કહ્યો. રાજઋષિએ કહ્યું કે પૂર્વ કર્મના આ દોષ છે.
(૨૬)