________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય
આશ્રમના સમાચાર પૂછયા. વળી આપ ક્યા હેતુથી પધાર્યા છે તે વાત પણ પુછી. ગાંગલીકષિએ કહ્યું કે યક્ષે સ્વપ્નમાં આવીને કહ્યું કે વિમલાચલ તીર્થે જવાનું છે. ત્યારે મેં પૂછ્યું કે તીર્થની રક્ષા કેણ કરશે? યક્ષે કહ્યું કે તમારી પુત્રી કમલમાલાના પુત્રમાંથી એક રક્ષણ કરશે. માટે તેના એક પુત્રને અહીં લઈ આવો. આથી અત્રે આવ્યો છું. માટે એક પુત્રને તીર્થના રક્ષણ માટે આપે. હંસરાજ જવા તૈયાર થયે પણ નાનું હોવાથી તેને રોકીને શુકરાજને મેકલ્યું. ત્યારે તે બોલ્યા-પીતાજી વિમલાચલના દર્શનની મને ઉત્કંઠા હતી, તેમાં તેના રક્ષણ માટે જવાનું થયું, એ તે સોનામાં સુગંધ મળી
તીર્થ રક્ષણ માટે શુકરાજ તીર્થે શુકરાજ આવ્યું. અને સુસજજ થઈને ત્યાં રહેવા લાગ્યા. એક વખત રાત્રીએ સ્ત્રીને રડતી સાંભળી તેની પાસે ગયો. તેની વાત સાંભળી. તાપસની ઝુંપડીમાં બેસાડી, વિદ્યાધરની શોધમાં નીકળે. શોધતાં વિદ્યાધર મળે.
- વિદ્યાધરને શુકરાને પુછયું-આ દશા તારી કેમ? ત્યારે તે બોલ્યા ગગનવલ્લભપુરના રાજાને વાયુવેગ નામે પુત્ર છું. શત્રુ રાજાની પુત્રીને, હરણ કરીને આ માર્ગે જતે હિતે. ત્યારે તીર્થનું એલંગન કરતા મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ. આથી આ પીડા ભેગવું છું. શકરાજ જેને શોધવા નિકળ્યા હતા તે મલી ગયે. એટલે મંદિરમાં રહેલી તે કન્યાને તેની ધાવમાતાને સેંપી. પછી વિદ્યાધરને ઉપચારો કરીને સારો કર્યો. હવે વિદ્યાધર શુકરાજાને સેવક થઈ ગયે. શકરાજે કહ્યું કે તારી વિદ્યા નષ્ટ થઈ તે મારા મસ્તક પર હાથ રાખીને જે મને વિદ્યા આપે તે, વિદ્યા અને સિદ્ધ થાય. તે તું તે વિદ્યા મને આપ. વિદ્યાધરે શુકરાજને તે વિદ્યા આપી. પછી પિતાને તે વિદ્યા સિદ્ધ થતાં શુકરાજે વિદ્યાધરને તે વિદ્યા આપી. વિદ્યાધરે બીજી પણ ઘણી વિદ્યાઓ શકરાજને આપી. ગાંગલી ત્રાજીની આજ્ઞાથી અને એક મોટા વિમાનમાં બેસીને તે કન્યા સાથે ચંપાપુરીમાં ગયા. અને રાજાને તે કન્યા આપી. રાજા વગેરે આનંદ પામ્યા. વાયુવેગે શકરાજાને પરિચય કહ્યો. ચંપાપુરીમાં વિવાહ મહોત્સવ આનંદથી કર્યો. ત્યાંથી વૈતાઢય પર ગગનવલ્લભનગરમાં ગયા. ત્યાં વાયુવેગે તે કન્યા શુકરાજને પરણાવી. શુકરાજ અને વિદ્યાધર બંને તીર્થ વંદન કરવા નિકળ્યા.
માતાને સંદેશ પાછળ સ્ત્રીને અવાજ આવે એટલે ઉભા રહીને પુછયું- તું કેણ છે? તેને જવાબ આપે કે હું ચકેશ્વરી દેવી છું. કાશ્મીર દેશમાં, સિદ્ધાચલની રક્ષા માટે, ગેમુખ યક્ષની
(૨૩)