________________
શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન
સિદ્ધગિરિરાજ પર મળ મૂત્ર પણ ન કરવાં. કારણ કે સ્વયમેવ ગિરિરાજ તીર્થ રૂપ છે.
ગિરિરાજનું દર્શન, સ્પર્શન, બેગ અને મેક્ષ બન્ને આપે છે. આ તીર્થાધિરાજ શ્રી આદિનાથ ભગવાનથી અલંકૃત છે, તેથી પણ તે ગાઢ પાપનો નાશ કરે છે. પૂર્વના ભવમાં તપ, દાન કર્યા હોય તે જ જિન ભગવાનની પ્રસન્નતાને પામે છે. તેથી જ સિદ્ધગિરિરાજનું ક્ષણ પણ સેવન કરી શકાય છે.
શ્રીસિદ્ધાચલના મહિમાને જાણ્યા છતાં કેવલી ભગવાન પણ પૂરો વર્ણવી શકતા નથી. (શ. મા. પૃ. ૩૮)
ચરણ પાદુકાની પૂજા સિદ્ધાચલ પર રહેલા યુગાદિ દેવના ચરણ કમલ (પગલા)ના પૂજન વડે ભવ્ય છે વંદવા લાયક, સેવવા યોગ્ય, તથા પાપ રહિત થાય છે. (શ. મા. પૃ. ૩૯).
માળા વગેરેનું ફળ શત્રુંજય તીર્થ પર પ્રભુ પૂજામાં દશ માલાથી ચાર ઉપવાસનું ફળ મળે તેથી આગળ દશ દશઘણી માલાથી ક્રમે છે, આઠ, યાવત્ માસક્ષમણ વગેરે ફળ મળે છે.
બીજા તીર્થમાં સેના વગેરેના દાનથી જે ફળની પ્રાપ્તિ થતી નથી તે ફળની પ્રાપ્તિ અત્રે એક ઉપવાસ કરવાથી મળે છે. અન્ય તીર્થમાં દુષ્કર તપ કરવાથી, બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ થાય છે, તે ફળ સિદ્ધક્ષેત્રમાં એક ઉપવાસથી થાય છે. આ તીર્થમાં પુંડરીકને સ્મરણ કરતે દશવિધ પચ્ચક્ખાણ કરે તે નિવિદનપણે સઘળા મને રથ સિદ્ધ કરે છે. છઠ કરવાથી સંપત્તિઓ મળે છે. અઠમ કરવાથી મોક્ષ મળે છે. અન્યક્ષેત્રે અતિકષ્ટવાળું મહિનાનું તપ કરે અને જે ફળ મેળવે તે ફળ સિદ્ધક્ષેત્રમાં બેઘડી જ, સર્વ આહાર ત્યાગ કરે તે પ્રાપ્ત કરે. (શ. મા. પૃ. ૪૧)
સિદ્ધગિરિરાજ પર સાધુની પૂજનિકતા
સાધારણ સાધુ ચિહ્નને ધારણ કરનારે, મનથી કંકાસ કરનારે, બળ, ગુરુને કડવું બોલનાર આ હોય તોએ ગૌતમસ્વામીને જેમ શ્રેણિક પૂજે તેમ તે આ ગિરિપર પૂજનીય છે. કારણ કે ગુરૂની આરાધના કરવાથી સ્વર્ગે જવાય ને વિરાધના કરવાથી નરકે વાય. માટે જે ઈચ્છિત હોય તે કરે. (શ. મા. પૃ. ૪૩)
(૧૮) -