________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય
ગિરિરાજ પર શું ન કરવું ? આ ગિરિરાજ પર કેઈની નિંદા ન કરવી. બીજાનું ખરાબ કરવાનું વિચાર ન કરે, પારકી સ્ત્રી પર મેહ ન કરે, બીજાનું દ્રવ્ય પડાવી ન લેવું. વિપરીત દૃષ્ટિવાળાને સહવાસ ન કરે, તેના વચન પર પ્રીતિ ન કરવી. શત્રુ સાથે પણ દવેષ બુદ્ધિ ન કરવી, હિંસા ન કરવી, બેટી બુદ્ધિથી કઈ વિચાર ન કરવો. એટલું જ નહિં પણ, તેનાથી વિપરીત સત્કર્મો જરૂર કરવાં. (શ. મા. પૃ. ૪૪)
સંઘયાત્રાનું ફળ
- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે પ્રકારના સંઘ સહિત છરી પાળ, સંઘ કાઢી જે સિદ્ધાચલ આવે છે તે, સર્વોત્તમપદ-તીર્થકર પદને સંપાદન કરે છે. (શ. મા. પૃ. ૪૫)
રાયણ વૃક્ષનો મહીમા
રાજનંદની એટલે રાયણનું શાશ્વત વૃક્ષ. તેની નીચે શ્રીગરષભદેવ ભગવાનની ચરણ પાદુકાઓ છે. તેના વડે તે વૃક્ષ શેભે છે. રાજનંદનીની વહેતી દુધની સેરે અલ્પસમયમાં અંધકાર ટાળે છે. આ પવિત્ર વૃક્ષ નીચે ત્રષભદેવ ભગવાન, પૂર્વનવાણુંવાર સમેસર્યા છે, તેથી તે સર્વોત્તમ તીર્થસમાન, વંદવા લાયક છે. તેના પાંદડાં ફળ શાખાઓ પર દેવતાઓનાં સ્થાન છે. માટે તેનાં પાંદડાં વગેરે કાપવા લાયક નથી. કેઈ સંધને નાયક, જ્યારે ભક્તિ ભાવથી ભરપુર ચિત્તવડે એની પ્રદક્ષિણ કરે છે, ત્યારે તે પ્રસન્ન થઈ તેના મસ્તક પર દુધની વૃષ્ટિ કરે છે. તેથી તેના બેઉ જન્મ સુધરે છે. રાજનંદનીનું ભક્તિ ભાવથી પૂજન કર્યું હોય તે, થવાવાળું શુભ અશુભ તેને સ્વપ્નમાં કહે છે. તેના પૂજનથી શારીરિક દોષ નાશ થાય છે. તેનાથી ઝેર પણ દૂર થાય છે. તેના પાંદડાં વગેરે ખરી પડેલાં જે સંઘરી રખાય તે સર્વ અનિષ્ટને નાશ કરે છે.
રાયણવૃક્ષની પશ્ચિમ દિશામાં, અગમ્ય રસકૂપિકા છે. તેના રસથી લેતું, સોનું થઈ જાય છે. તેવા સર્વ કલ્યાણકારી આ તીર્થને મહિમા કેણ વર્ણવી શકે છે? (શ. મા. પૃ. ૪૭)
૧ છરી–સચિત પરીહારી ૧, એકલ-આહારી ૨, પાદચારી ૩, ભૂમિ સંથારી ૪, બ્રહ્મચારી ૫, આવશ્યક દાય વારી ૬=૧ સચિત વસ્તુને ન વાપરનારો, ૨ એકાશન તપ કરનારો, ૩ પગે ચાલનારો-વાહનનો ઉપયોગ ન કરનાર, ૪ જમીન પર શયન કરનાર, ૫ બ્રહ્મચર્ય પાળનાર અને ૬ બે ટંક આવશ્યક ક્રિયાને કરનાર,
(૧૯)