________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય
અનંત કાળમાં, અનંતા ક્ષે ગયા ને ભાવીકાળમાં અનંતા મોક્ષે જશે, તે આ ગિરિને જ પ્રભાવ છે. (શ. મા. પૃ. ૩૬)
હિંસક પ્રાણિને પણ ઉદ્ધાર સિદ્ધાચલ પર મેર, સાપ, સિહ વગેરે હિંસક જીવો શ્રીજિનેશ્વર ભગવાનના દર્શન વડે ઉચ્ચ ગતિને પામેલા છે, કમે, ભૂતકાળમાં, મેક્ષે ગયા છે અને ભાવકાળમાં મેક્ષે જશે. (શ. મા. પૃ. ૩૬)
ગિરિ સ્પનાને મહિમા શત્રુંજયને સ્પર્શ કરવા વડે બાલક અવસ્થામાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં અને તિર્યંચપણામાં કરેલાં પાપો નાશ પામે છે. દાન, શીયલ, ચારિત્ર, કાયિક-વાચિક-માનસિક પાપ, ધ્યાન તથા તપ વગેરે એક શત્રુંજયના સેવનમાં સમાઈ જાય છે. આ તીર્થ પર અલ્પ વાપરેલું ધન વિશેષ ફળ આપનાર છે. શત્રુંજયની યાત્રા, સેવા કે સંઘનું રક્ષણ, યાત્રાળુઓને આદર સત્કાર, જે મનુષ્ય કરે છે તે પિતાના કુળ સહિત સ્વર્ગમાં સત્કાર પામે છે. તેવી રીતે તેનાથી વિપરીત, યાત્રાળુઓને બંધન, તેના દ્રવ્યને નાશ કરનારે પાપને ઢગ ભેગો કરી, ઘેર નરકની યાતનાને પામે છે. વળી સિદ્ધાચલ પર આચરેલું પાપ જન્મો જન્મ લગી વધે છે, તે વજલેપ જેવું થાય છે. (શ. મા. પૃ. ૩૭).
પૂજનનું ફળ | સ્વર્ગ, મૃત્યુલેક ને પાતાલમાં રહેલી પ્રતિમાનું પૂજન કરતાં જે ફળ થાય છે, તેના કરતાં શત્રુંજય પર રહેલી જિન પ્રતિમાનું પૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે. (શ. મા. પૃ. ૩૭)
કલ્પવૃક્ષ બારણામાં હોય તેને સંતાપને ભય નથી, તેમ શત્રુંજય-સિદ્ધાચલ સમીપ થતાં નરકને ભય નથી. જયાં સુધી શત્રુંજય એવા અક્ષર ગુરુમુખથી શ્રવણ કર્યા નથી ત્યાં સુધી જ હિંસાદિ પાપ રાજી રહે છે. પણ તે નામ શ્રવણ કરે તેને પાપની સત્તા જેર કરતી નથી. (શ. મા. પૃ. ૩૮)
પુંડરીક ગિરિ યાત્રાનું ફળ પુંડરીક પર્વતની યાત્રાએ જવાની કામનાવાલા પુરુષના કરો જન્મના પાપે, ડગલે ડગલે નાશ પામે છે. તેને સ્પર્શ કરનારને વ્યાધિ, ચિંતા, દુઃખ, વિયેગ, દુર્ગતિ કે શેક થતાં નથી. (શ. મા. પુ. ૩૮) શ૩
(૧૭)