________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ધીરે ધીરે પ્રમાણ ઘટે છે. ઉત્સપીણીમાં ધીરે ધીરે પ્રમાણ વધે છે. તેથી ગિરિરાજ પ્રાયે શાશ્વત કહેવાય છે. (શ. મ. પૃ ૩૩)
એકવીશ પ્રધાન શીખરે શત્રુ, રૈવત વગેરે એકવીશ પ્રધાન શિખરો આ ગિરિરાજનાં છે. તેમાં પણ શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર બે મુખ્ય છે. આ શિખર પર ગતિ કરનાર ઉત્તમ લેકમાં ગતિ કરે છે. આથી બધા કરતાં ગુણે કરીને સિદ્ધાચલ વિશાલ છે. આ ગિરિ ઉપર મનુષ્ય. સિદ્ધિને, પિતાના તાબે કરે છે. અર્થાત્ સિદ્ધ થાય છે, (શ. મા. પૃ. ૩૪)
ધર્મ ધર્મ એમ પિકાર કરતે ભટક નહિ, એક સિદ્ધાચલ ઉપર જા, તેના દર્શન કર, આથી તારો બેડો પાર થશે, ગિરિરાજ પર વૃષભદેવ પ્રભુનું પૂજન અર્ચન કર, તારે જન્મ સફળ થશે, તે સિવાય તારે જન્મ નિષ્ફળ છે, સિદ્ધાચલની એક યાત્રા કરવાથી પાપ રૂપ કચર જોવાઈ જાય છે, તે ભવ્યને નિર્મલ કરનાર હોવાથી તેને વિમલાદ્રિ પણ કહે છે. સારી ભાવનાવાળો મનુષ્ય પુંડરિક ગિરિના ધ્યાન વડે પરમ પદને પામે છે. પુંડરિક ગિરિનું શિખર જે આનંદ આપે છે તે બીજું નથી આપી શકતું. આથી પુંડરિક ગણધર અને પુંડરિક ગિરિ એટલે બે પુંડરિક તેથી અદ્વૈતાનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? (શ. મા. પૃ. ૩૫)
ઉપમેય અને ઉપમા જગતમાં પાંચ સકાર મુશ્કેલ છે-જેમસત્ માર્ગને પીસે ૧, સારા કુળમાં જન્મ ૨, સિદ્ધક્ષેત્ર ૩, સમાધિ ૪, તથા ચાર પ્રકારને સંઘ ૫, તેમ પુંડરિક ગિરિ ૧, પાત્ર ૨, પ્રથમ પ્રભુ ૩, પરમેષ્ઠી ૪ તથા પર્યુષણ પર્વ પ, એ પાંચ પકાર દુર્લભ છે. એ જ પ્રમાણે શત્રુંજય ૧, શીવપુર ૨, શત્રુંજય સરિતા ૩, શાંતિનાથ ૪ તથા શમયુક્તદાન ૫, એ પાંચ શકાર દુર્લભ છે, તેમ આ ગિરિરાજ પણ દુર્લભ છે. (શ. મા. પૃ. ૩૬)
ગિરિરાજ પર મોક્ષ આ સિદ્ધક્ષેત્ર પર અનંતા તીર્થંકર પધાર્યા છે તેથી મહાતીર્થ છે. શત્રુંજય તીર્થમાં અનેક તીર્થકરે સિદ્ધિપદને પામ્યા છે (આ અવસપીણીમાં) અસંખ્યાત મુનિઓ સિદ્ધિપદને પામ્યા છે તેથી પણ આ તીર્થ મહાન છે. (સિદ્ધગિરિના કાંકરે કાંકરે, બીજા સ્થળે કરતાં
૧ શત્રુજય કલ્પની શુભશીલગણિની વૃત્તિમાં આ ૨૧ શિખરો ઉપર તે નામો સાથે તેના આરાધકની કથાઓ આપેલી છે (સે. ક. વૃ. પૃ. ૨ થી ૩૨)