________________
પ્રકરણ ૩ જી”
કાંઈક કહેવુ છે
1. વિ. સં. ૨૦૨૬માં મે* શ્રીગિરિરાજના ૮૫ ફાટા મુનિશ્રીપ્રમેદસાગરને સાથે મેકલીને શે. આ. ક.ની પરમીટ સાથે ફાટોગ્રાફર પાસે લેવરાવ્યા હતા. તે એમને એમ પડ્યા હતા. મારી પહેલાં એટલે ઇ. સ. ૧૯૬૯માં જેમ્સ અગેન્સે અંગ્રેજીમાં ગિરિરાજના ૪૫ ફાટાપૂર્ણાંક શત્રુ‘જય' નામની બુક બહાર પાડી હતી. તેની રીપ્રીન્ટ ગુજરાત ગવનમેટે ઇ. સ. ૧૯૭૬માં કરી. વળી કલકત્તાથી ઈંગ્લીસમાં નીકળતા જૈન જનરલ ત્રિમાસિકમાં તે આખુ છાપ્યું. અને જેમ્સ અગેન્સને આભાર પણ માન્યા. આ બધું જોતાં મને આ ફાટાએ પ્રગટ કરવાની ભાવના થઈ. આથી શ્રીશત્રુંજય ગિરિરાજ દેન પુસ્તકની ઉત્પત્તિ યઈ.
2. આજથી સે। વર્ષ પૂર્વે જેમ્સ અગેન્સને આ ફાટાએ પાડવામાં કેટલી મહેનત ઉઠાવવી પડી હશે, તે તે કલ્પી શકાય તેવી નથી. તે પુસ્તક લખવા માટે તે સમયે તેમને શ્વેતામ્બર,દિગંબર, સ્થાનકવાસી, તપગચ્છવાળા, ખરતરગચ્છવાળા વગેરે જૈન ધર્માંના કેટલાએ અભ્યાસીઓનો પરિચય કરવા પડયા હશે, તેમ તે પુસ્તક પરથી દેખાય છે. તેની સાથે તે પુસ્તકનો અભ્યાસ કરતાં જણાય છે કે-તે વખતે તેમને ખરતરગચ્છવાળાનો સારો પરિચય થયા હશે. આથી તેમના લખાણમાં ખરતરગચ્છ તરફ ઢળતી કેટલીએ વાતા આવી છે, જેમ તપગચ્છવાળાએ ખરતરગચ્છના કરેલાં સ્થાનો નષ્ટ કર્યા.' એવુ લખવુ પડયુ છે. ખરેખર જો વિચાર કરવા બેસીએ તે તપગચ્છવાળાએ આવી રીતે ધર્મસ્થાનકા તેડવાને માટે ક્દીએ ઉદ્યમ કર્યાં જ નથી. જેમ્સ અગેન્સ જૈનના પારિભાષિક શબ્દના જ્ઞાનમાં આછા હોવા છતાં તેમને તે સમજવાનો સારા ઉદ્યમ કર્યાં છે, તેમ માનવું જ પડે. તેમનો તે ઉદ્યમ પ્રશ‘સનીય છે જ.
3. પેાતાને સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ (ઐતિહાસિક) માનનાર એક મુનિશ્રી પણ તેમના (જેમ્સ અગેન્સના) લખાણને જાણે મગજમાં ઉતાર્યુ· હોય, તેમ તેવી જ વાત તેમના સ`પાદિત પુસ્તકમાં લખે છે. અને ત્યાં સુધી લખે છે કે - ગચ્છના ભેદના લીધે તપગચ્છવાળાએ ખરતરગચ્છવાળાના સ્થાપત્યનો નાશ કર્યો છે.’ જો કે અત્યારે તા તે મુનિ વિદ્યમાન નથી, પણ તેમને લખેલી તે વાત ખરેખર ભુલ ભરેલી છે. તપગચ્છના અનુયાયીઓએ તે રીતે તેાડવાનો ઉદ્યમ કર્યાં જ નથી.
(127)